અલ્ટ્રાટેક સિમેન્ટ -તાતા સ્ટીલમાં બુલિશ ટ્રેન્ડ
અલ્ટ્રાટેક સિમેન્ટ -તાતા સ્ટીલમાં બુલિશ ટ્રેન્ડ
અલ્ટ્રાટેક: બુલિશ, ટાર્ગેટ: રૂ. 4610, સ્ટોપલોસ: રૂ. 3975| સિમેન્ટ સ્ટોક્સમાં શુક્રવારે રોલઓનની સ્થિતિ રહી હતી. જેમાં 89EMA રચ્યા પછી છેલ્લા બે સપ્તાહથી જોવાયેલા કોન્સોલિડેશનમાંથી બુલિશ બ્રેકઆઉટનો સંકેત જોવા મળી રહ્યો છે. ડેઇલી ચાર્ટ ઉપર ‘ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર’ તરીકે ઓળખાતી બુલિશ રિવર્સલ પેટર્નનું કન્ફર્મેશન મળી રહ્યું છે. એવરેજ ડેઇલી વોલ્યૂમ્સ વધવા સાથે બે વાર આ પેટર્ન ડેવલોપ થઇ છે. હાલના મથાળે આ શેર ખરીદી રૂ. 4610ના ટાર્ગેટ સુધી રાખી શકાય.
તાતા સ્ટીલ: બુલિશ: ટાર્ગેટ: રૂ. 590, સ્ટોપલોસ: રૂ. 526.| તમામ મેટલ સ્ટોક્સમાં અત્યારે ધ્યાન તેજીનું જણાય છે. ખાસ કરીને ફેબ્રુઆરી સિરિઝ શરૂ થયા પછી. તેમાંય તાતા સ્ટીલ એકદમ પસંદગીની જાત ગણાવી શકાય. ટેકનિકલી જોઇએ તો 4-5 દિવસ સુધી 200 ડે એસએમએ આસપાસ ઝઝૂમ્યા બાદ આ શેરમાં બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આ શેર ટેકનિકલી તમામ હર્ડલ્સ ક્રોસ કરી ગયો છે. વોલ્યૂમ્સ પણ જંગી વધ્યા છે. આમ, હાલના મથાળેથી ખરીદી કરીને રૂ. 590ના ટાર્ગેટ સાથે રૂ. 526નો સ્ટોપલોસ રાખવો જરૂરી. સમિત ચવાણ, એન્જલ બ્રોકીંગ