બ્રિટનની એક એનજીઓએ માઉન્ટ એવરેસ્ટની 20,771 ફૂટની ઊંચાઇએ ચેરિટી રગ્બી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રિટનની એક એનજીઓએ માઉન્ટ એવરેસ્ટની 20,771 ફૂટની ઊંચાઇએ ચેરિટી રગ્બી મેચનું આયોજન કરી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. દિવ્યાંગ બાળકોની દેખરેખ માટે ફંડ એકત્રિત કરવા રમાયેલી આ મેચમાં વિશ્વભરના રગ્બી ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેના થકી 2.27 કરોડથી વધુની રકમ એકત્રિત કરાઇ હતી. મેચમાં દરેક ટીમમાં 7-7 ખેલાડી હતા. એક ટીમના કેપ્ટન વિલિયમ્સે જણાવ્યું કે આટલી ઊંચાઇએ રમવું બહુ મુશ્કેલ હતું. બધા ટોચના ખેલાડીઓ હોવા છતાં કેટલાકને ચક્કર આવી ગયા હતા અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી છતાં દરેક ખેલાડીએ પોતાનું 100 ટકા યોગદાન આપ્યું.

અન્ય સમાચારો પણ છે...