તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંને સાઈડે 2 ટીસી, 22 વીજથાંભલાથી ગાડા સામ-સામે પસાર નથી થઇ શક્તા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરગઢડા તાલુકાનાં બોડીદર ગામથી કોડીનાર તાલુકાનાં ફાંફણી ગામે જતો જાહેર રસ્તાની બન્ને સાઇડોમાં 30 થી 40 ખેડૂતોની 500 થી 800 વીઘા જમીનો આવેલી છે.

ત્યારે ઊના પીજીવીસીએલ દ્વારા આ જાહેર રસ્તા પર ખેડૂતોને આપવામાં આવેલ વીજ પાવરમાં બે ટીસી તેમજ 11 કેવીના 22 વીજ પોલ ઉભા કરી દેવામાં આવતા બે બળદગાડાઓ સામસામે પસાર થઇ શક્તા નથી. છે. હાલ ઘઉંનો પાક તૈયાર થઇ જતાં તેને કાઢવા માટે કટર મશીન ખેતર સુધી પહોંચી શક્તા નથી. રસ્તાને પહોળો કરવા અને વીજ પોલને દૂર કરવા અનેક વખત રજૂઆતો તેમજ ગ્રામ પંચાયત સભામાં ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. આમ છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે આ વિસ્તારના તમામ ખેડૂત ખાતેદારોને 15 દિવસમાં ન્યાય નહી મળે તો તા.12 માર્ચના ગીરગઢડા મામલતદાર કચેરી ખાતે ધરણા કરી આત્મવિલોપન કરશે તેવી ચિમકી આપી મામલતદારને લેખિત રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો