અયોધ્યા વિવાદ અંગે બંને પક્ષ સહમતી સાધે

Div News - both parties agree on the ayodhya dispute 091016

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:10 AM IST
શ્ચિમ ઉત્તરપ્રદેશના એક શહેરમાં માર્ગ પર નમાજ પઢવા વિરુદ્ધ હિન્દુ યુવાવાહિનીના લોકોએ માર્ગ પર હનુમાનચાલીસાનું પઠન કર્યું. આમાં મુશ્કેલીનો સામનો તો સામાન્ય નાગરિકોએ કરવો પડ્યો હતો. દીકરાને સ્કૂલે છોડવા કે બીમારને હોસ્પિટલે લઈ જવા કે પછી સાંજનો રોટલો રળવા કામે જનારાએ વગરવાંકે ભોગવવું પડ્યું. હાલાકી ભોગવનારાઓમાં બન્ને વર્ગના લોકો હતા. આવા માહોલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ફરી એકવાર અયોધ્યા વિવાદ અંગે મધ્યસ્થતાના પ્રયાસો માટે 15 દિવસનો વધારે સમય આપવો, ખરેખર તો આ વર્ગો માટે વધુ એક તક છે. દેશમાં લાંબા ગાળાની શાંતિ માટે સર્વોચ્ચ અદાલતે હિન્દુઓ અને મુસ્લિમોને સારી તક આપી હતી કે તે પોતાની સામૂહિક ચેતના અને બદલાતા સમાજે જોતાં મધ્યસ્થતાના માધ્યમથી આ સમસ્યાનો ઉકેલ શોધે પણ જસ્ટિસ કલિફુલ્લાહના વડપણમાં પ્રતિષ્ઠિત સભ્યોની સહભાગીતાવાળી આ સમિતિએ હજુ પ્રયાસો શરૂ કર્યા પણ નહોતા કે બંને તરફથી તેને નકારવાની શરૂઆત થઈ ગઈ હતી. ગુરુવારે જ્યારે સમિતિએ વચગાળાનો રિપોર્ટ કોર્ટને સોંપ્યો ત્યારે તેને ફરી એકવાર પ્રયાસો જારી રાખવા માટે 15 દિવસનો વધુ સમય અપાયો. શક્ય છે કે સુપ્રીમકોર્ટને હજુ પણ ક્યાંક આશાનું કિરણ દેખાતું હોય. એ પણ શક્ય છે કે કોર્ટ એટલા માટે કરી રહી હોય જેથી નિર્ણયના સમયે એ સંદેશ અપાય કે બંને પક્ષોને સમાધાન કરવાની ઘણી તક મળી હતી. આમ તો કોર્ટ સામે સવાલ જમીનની માલિકીને લઈને છે પણ સૌથી મોટી કોર્ટને નિર્ણયમાં ઇતિહાસનાં તથ્યો પણ જોવા પડશે, સમાજના ભાવનાત્મક અતિરેકને પણ ધ્યાનમાં રાખવું પડશે તો અમુક મહિના પહેલાં આ મામલે સામે આવેલા ‘બંધારણીય નૈતિકતા♠’ના સિદ્ધાંતને પણ ધ્યાને લઈને નિર્ણય લેવો પડશે. સંસદમાં કાયદો બનાવી આ મામલો ઉકેલી ન શકાય કેમ કે વિવાદાસ્પદ માળખું પાડી દેવાયાના બે વર્ષ પછી જ્યારે અયોધ્યા કતિપય ભૂમિ કાયદો લાવી 2.77 એકર જમીન સરકારે પોતાના કબજામાં લઈ લીધી તો આ કાયદાના ઉદ્દેશ્યમાં સ્પષ્ટ લખ્યું હતું કે શાંતિ સ્થાપિત કરવા માટે. એટલા માટે સંસદ કદાચ પોતે કે કોઈ વ્યક્તિ કે સંસ્થાને મંદિર કે મસ્જિદ બનાવવા માટે ન આપી શકે કારણ એ છે કે કેશવાનંદ ભારતી કેસમાં ધર્મનિરપેક્ષતાને આ કોર્ટે બંધારણની આધારભૂત સંરચનાનો અંગ ગણાવી છે પણ સારું બની શકે જો બંને વર્ગ જાતે જ આવીને એક-બીજાની લાગણી-શ્રદ્ધાનો આદર રાખી એક સહમતી સાધી શકે. અયોધ્યા મામલે જો હિંદુ અને મુસ્લિમો સાથે મળીને, સમજી-વિચારીને આ વિવાદનો ઉકેલ લાવે તો માનવ સભ્યતાના ઇતિહાસમાં આ એક ઉદાહરણરૂપ બની જશે. આઝાદ ભારતના અમૂલ્ય સંસ્કારોમાં કોમી એખલાસ મહત્ત્વપૂર્ણ છે. આશા રાખીએ આ વિવાદનો કોઈ સુખદ અંત આવે.X
Div News - both parties agree on the ayodhya dispute 091016
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી