Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અશ્વેત મતદારોએ બિડેનને મજબૂત દાવેદાર બનાવ્યા
મોસી બોલ
ચાલુ વર્ષે નવેમ્બરમાં યોજાનાર અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જો બિડેનને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનાવવાની સંભાવના પાછળ અનેક કારણ કામ કરી રહ્યાં છે. અનેક રાજ્યોમાં અશ્વેત અમેરિકીઓ અને ડેમોક્રેટિક પાર્ટીના જૂના મતદારોએ બિડેનને તમામ દાવેદારોથી ઉપર ઊભા કરી દીધા છે. પ્રાથમિક ચૂંટણીમાં બિડેને પાર્ટીના સૌથી પ્રબળ દાવેદાર બર્ની સેન્ડર્સને પણ પાછળ છોડી દીધા છે. ઉમેદવારની જાહેરાત જુલાઈમાં પાર્ટી સંમેલનમાં થશે.પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બિડેનને નરમપંથીઓ, આફ્રિકી અમેરિકીઓ અને ડેમોક્રેટિક નેતાઓનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે. બીજી બાજુ બર્ની સેન્ડર્સ ડેમોક્રેટિક પાર્ટીની સમાજવાદી શાખાનું પ્રતિનિધિત્વ કરે છે. સેના વચ્ચે તેમની મજબૂત શાખ છે. એલિઝાબેથ વોરેન, માઈકલ બ્લૂમબર્ગ, પીટ બુટિગિએગ સહિત વીસથી વધુ પાર્ટી દાવેદાર મેદાનથી હટી ગયા છે. ન્યુયોર્કના પૂર્વ મેયર બ્લૂમબર્ગે તેમના અભિયાન પાછળ 3600 કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા હતા. ફેબ્રુઆરીમાં બિડેન પ્રાથમિક ચૂંટણીમાં ચોથા, પાંચમા સ્થાને હતા. તે એક બે રાજ્યોમાં બીજા સ્થાને પણ હતા પણ સુપર ટ્યૂઝ્ડેએ બધું બદલી નાખ્યું છે. વેન્ચર કેપિટાલિસ્ટ અને બિડેન માટે ડોનેશન એકઠું કરનારા એલન પેટ્રીકોફ કહે છે કે બિડેનની ચૂંટણી પર હવે વધુ લોકો પૈસા લગાવવા આગળ આવી રહ્યા છે. સરવેમાં સંકેત મળ્યાં છે કે ઉપનગરોના શિક્ષિત નરમપંથી પણ બિડેનની તરફેણમાં છે. બર્ની સેન્ડર્સ કહે છે કે અમારા બંને વચ્ચે હજુ આકરો મુકાબલો છે. અનેક સરવે કહે છે કે 40 ટકા લોકો પાર્ટી ઉમેદવારની પસંદગી છેલ્લા દિવસોમાં કરે છે. ડેમોક્રેટ પ્રતિનિધિ ચિંતિત છે કે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોણ પડકારશે.
(ટાઈમ અને ટાઈમ લોગો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે. તેનો ઉપયોગ કરાર હેઠળ કરાયો છે.)