બિટક્નેકટ કૌભાંડ : દિવ્યેશ દરજીના સાગરીતની ધરપકડ

Div News - bitconet scandal the arrest of the suspect of divyesh darjeeling 062007

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:20 AM IST
બીટકોઇનની જેમ બીટકનેકટ કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે વધુ એક પ્રમોટરની ધરપકડ કરી છે. જેને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. પકડાયેલો પ્રમોટર રાકેશ શામજી સવાણી(રહે,સંસ્કૃતિ રેસી., મહારાજા ફાર્મ,ઉત્રાણ) મુખ્ય કૌભાંડી દિવ્યેશનો સાગરિત છે. હજુ રાકેશની નીચે 7 પ્રમોટર છે અને તે સુરતમાં રહે છે. જેને શોધવા પણ સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે. વધુમાં સીઆઇડી ક્રાઇમના સ્ટાફે જણાવ્યું કે બીટકનેકટ કંપનીમાં હાલમાં 40 રોકાણકારો સામે આવ્યા છે. જેઓની 12.69 કરોડની રકમ છે. જેમાં મોટેભાગના રોકાણકારો સુરતના છે.

38 કરોડની મિલકત-બીટકોઈન કબજે

સીઆઇડી ક્રાઇમે સેવણી ગામ, વિહાણગામે આવેલી જમીનો તથા પિપલોદ આઈબીસીમાં ઓફિસ અને પરવટ પાટિયામાં દુકાનના દસ્તાવેજો મળી આવ્યા હતા. જેની કિંમત 3.23 કરોડ છે. ઉપરાંત સરથાણા ગામની 15 કરોડની જમીન છે. આ તમામ મિલકતો ટાંચમાં લીધી છે. તદ્ઉપરાંત સતીશ કુંભાણી પાસેથી 280 બીટકોઈન 19.60 કરોડના મળ્યા છે.

X
Div News - bitconet scandal the arrest of the suspect of divyesh darjeeling 062007
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી