સુરતમાં જન્મદિવસની ઉજવણી જાહેર સ્થળો પર નહીં કરી શકાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાહેર જગ્યા ઉપર જન્મદિવસની ઉજવણી કરવા ઉપર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ ફરમાયો છે. શહેરના અમુક વિસ્તારમાં ખાસ કરીને સ્કૂલ કે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોડી રાત્રે જન્મદિવસની ઉજવણીના બહાને જાહેર જનતાને ખલેલ પહોંચે તે રીતે તેમજ જાહેર સંપત્તિને નુકસાનકારક રીતે અન્ય વ્યકિત કે એકબીજાના શરીર પર ઉજવણીના નામે સેલો ટેપ લગાવી , કેમિકલ કે અન્ય ફોમ શરીર પર જબરજસ્તીથી લગાવી માર મારવાની ઘટના ધ્યાને આવેલ છે. આ પ્રકારની હિંસાત્મક અને ક્રૂર ઉજવણીમાં વ્યકિતનું મૃત્યુ નિજપવાની શકયતા રહેલી છે. આ બાબતને ધ્યાને લઈને રાત્રિના સમયે જાહેર બાગ, બગીચા, રસ્તા, બીઆરટીએસ કોરીડોર, બ્રિજ કે અન્ય જાહેર સ્થળોએ અન્ય વ્યકિત પર જબરજસ્તીથી બળપૂર્વક કેક કે સેલોટેપ લગાવવી કે કેમિકલ વગેરે કોઈ ફોમનો ઉપયોગ કરીને જાહેર જગ્યામાં જન્મ દિવસની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામાનું પાલન આલતી કાલ તા.14-5-19થી આગામી તારીખ ૧૨મી જુલાઈ ૨૦૧૯ સુધી રહેશે.

અન્ય સમાચારો પણ છે...