તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાેરાેનાથી સાવચેત રહાે, ડરવાની જરૂર નથી, મને અાખા વિશ્વની ચિંતા થાય છે : માેરારિબાપુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજુલા પંથકમા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના સેવાર્થે કથાકાર મોરારીબાપુની રામકથાનાે આજથી પ્રારંભ થયો છે. આજે બપોર બાદ રામપરા વૃંદાવન બાગ આશ્રમથી હાથી, ઘોડા, ગાડા સાથે વાજતે ગાજતે પોથીયાત્રા નીકળી હતી. અહી કથાના અારંભે બાપુઅે જણાવ્યું હતુ કે કાેરાેનાથી સાવચેત રહાે, ડરવાની જરૂર નથી, મને અાખા વિશ્વની ચિંતા છે. જરૂર પડશે તાે કથા બંધ પણ રાખીશુ.

આજે કથા દરમ્યાન વૃંદાવન બાગના રાજેન્દ્રદાસબાપુ, જગન્નનાથ મંદિર અમદાવાદના દિલીપદાસબાપુ, રામમંદિરના અધ્યક્ષ મહંત, શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, કલાકાર સાઇરામ દવે, લોક સાહિત્યકાર માયાભાઈ આહીર, સ્થાનિક ધારાસભ્ય અંબરીશ ડેર, કથાના યજમાન પરિવાર સહિત અનેક સાધુ સંતો અને મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે કથા દરમિયાન મોરારીબાપુએ કોરોના અંગે મહત્વની ટકોર કરી શ્રોતાઓને કહ્યું હતુ કે ઘરે ટીવી જોવો અહીં ન આવો તો ચાલશે, સાવધાન રહ્યો, ડરવાની જરૂર નથી, આપણે સૌરાષ્ટ્ર કાઠીયાવાડના છીએ જરૂર પડશે તો આપણે કથા બંધ કરીશુ. જો કે સરકાર પણ બધી જ સૂચના આપે છે. ત્યારે આપણે પણ સાવધાન રહેજો, કથા મંડપમાં થોડા થોડા ચારે તરફ બેસવુ, મને મારી નહિ પણ આખી પૃથ્વીની ચિંતા છે.

આશ્રમથી હાથી, ઘોડા અને ગાડા સાથે વાજતે ગાજતે પાેથીયાત્રા નિકળી

રાજુલામાં આરોગ્ય મંદિર, વૃંદાવન બાગ આશ્રમના સેવાર્થે રામકથાનાે પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો