તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

FMની નવરાત્રિ પૂર્વે કોર્પોરેટ ટેક્સ રાહતની લહાણી છતાં માર્કેટમાં સુસ્તીની રામકહાણી!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂવાર તા. 19-09-19નું 35987નું દૈનિક બોટમ આગામી તેજી માટેનું તળિયુ બની ગયુ હોય એવો અહેસાસ શુક્રવારના નિર્મળા સિથારમણના મિડાસ-ટચે ઐતિહાસિક રેકોર્ડબ્રેક વન ડે ગેઇન, તે પછી સોમવારે જોવાયેલ ગેપઅપ ઓપનીંગ અને મંગળ-બુધમાં આવેલા મામૂલી કરેક્શન બાદ ગુરૂ-શુક્રે બુધવારની બોટમને માન આપવાના ઘટનાક્રમ પરથી જણાય છે. ગુરૂ, શુક્રને સોમના બુમમાં નોંધાયેલા 3454 પોઇન્ટના બેરબર્સ્ટ ઉછાળાનું કરેક્શન કેવું આવશે અને લોકોને લેવાનો મોકો મળશે કે નહીં એ સવાલનો જવાબ શોધવાની કોશીષમાં એટલો જ તર્ક કરી શકાય કે શેર-આંકોના સંદર્ભમાં આ કરેક્શન ભાવના ઘટાડાનું હોવા કરતાં સમય પસાર કરવાવાળું વધારે જણાય છે. વ્યક્તિગત શેરોમાં તો 100 ગળણે ગળીને જ લેજો. 3 દિવસ ભાવ વધ્યા પછી 4 દિવસ સાંકડી વધઘટમાં પસાર થઇ ગયા છે. આ ઉછાળાનો 38.20 ટકા પ્રત્યાઘાતી ઘટાડો સેન્સેક્સને 38125 આસપાસ લાવી શકે છે, જો કે બજારની હાલની તાકાત જોતાં એ લેવલની રાહ જોઇને મોકો ચૂકી જવાનું પરવડે એમ નથી. મંગળવાર તા. 1-10-19 અથવા તે પછીના મંગળવાર તા. 7-10-19 સુધીમાં બેન્ક નિફ્ટી, સેન્સેક્સ અને નિફ્ટી ટાઇમ વાઇસ કરેક્શન પૂર્ણ કરી દે એવું લાગે છે. 381 41ની રેન્જમાં ધ્યાન રાખીને રોકાણ કરતા જવું અને રોકાણ માટે પણ 37000નો સ્ટોપલોસ ગણીને ચાલવું. મુખ્ય જાતોનું વિહંગાવલોકન કરી (લેખક: વરિષ્ઠ પત્રકાર અને આર્થિક સલાહકાર છે)

માર્કેટ ઇકોનોમિ
કનુ જે દવે

બિઝનેસ ભાસ્કરમાં આવતી તમામ ભલામણ અને ટિપ્સ અંગે વાચકોએ નિષ્ણાતની સલાહ લઇને જ નિર્ણય લેવો

એય સેન્સેક્સ તો ચડી ગયો ને શેર લેવાયા નહીં

અલ્યા બેન્ક નિફ્ટી તેજીમાં ગાંડી થઇને દાવ ચૂકયા ભઇ

આખું અઠવાડિયું ફિલ્ડીંગ ભરી, પણ શેરો ઘટ્યા નહીં…

બેંકીંગની તેજી જોઇ યસ બેન્ક લીધી તો ન્યુ લો પર ગઇ…

સનેડો સનેડો સેન્સેક્સનો આ તો સનેડો સમજીને કરજો કામ આ તો શેરબજારનો સનેડો, સમજી શકાય તો સમજો સેન્સેક્સનો આ તો સનેડો... સનેડો સનેડો, સનેડો સનેડો.....

સેન્સેક્સ પેકમાં આગામી સપ્તાહ માટે વિહંગાવલોકન
વેદાંતામાં હિન્દુસ્તાન ઝીંકનો ટ્રીગર છે, સરકારે આ કંપનીના વેચાણ અંગે કોર્ટમાં ચાલતા કેસને ઝડપી ચલાવવા અરજ કરી છે 29-01-18ના રૂ. 355.70ના ટોપને અને 26-07-19ના રૂ. 175.90ના ટોપ્સને જોડીને બનેલી રેસીસ્ટન્સ લાઇન ઉપર બ્રેકઆઉટ આવ્યું છે, બે-બે દિવસ બે વાર ટક્યું પણ છે, હવે જો સોમવારે રૂ. 155 ન તોડે તો રૂ. 148નો સ્ટોપલોસ રાખીને રોકાણ કરવું, પ્રત્યાઘાતી ઉછાળાના નિયમો મુજબ રૂ. 215નું ટારગેટ મળે છે. રૂ. 125નો 52 સપ્તાહનો લો તૂટે તો રોકાણ પણ વેચી દેવાનું જોખમ લો તો રૂ. 30ના સંભવિત નુક્સાન સામે રૂ. 60નો ફાયદો થવાની સંભાવના હોવાથી રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ગણાય.

સેન્સેક્સનો સનેડો
................
તાતા સ્ટીલ અને તાતા મોટર્સમાં હજી તેજીનો કૂકડો બોલતો નથી
ઇન્ડસ ઇન્ડ બેન્ક અને યસ બેન્કમાં હજૂ જોઇએ એવો તેજીનો બેઝ બન્યો નથી તેથી આ જાતોના પ્રેમમાં પડી સનેડા ગાવા નહીં. યસ બેન્ક માટે તો નો જ છે. ઇન્ડસ ઇન્ડ બેન્ક 1380 આસપાસ સંગીન હાયર બોટમ બનાવે તો જ રૂ. 1348નો સ્ટોપલોસ રાખીને રોકાણ કરવું. બ્રેકઆઉટ આવ્યાની બૂમાબૂમ વચ્ચે લેવાથી દૂર રહેવું.

ઓએનજીસીના ચાર્ટમાં નવા ટોપ બનાવી ભાવ પાછા જૂના ટોપથી નીચે જતા રહેતા હોઇ રોકાણ કરવાની ઉતાવળ કરવી નહીં. રૂ. 150 આસપાસ 200 દિવસની એવરેજનું લોક લાગેલું છે તે ખુલે છે કે કેમ તે પણ જોયા પછી જ રોકાણનો નિર્ણય લેવો.

સનફાર્મા પરથી સેબીનું ગ્રહણ પૂર્ણ પણે હટે નહીં, ત્યાં સુધી ઇનવેસ્ટર બનવામાં માલ નથી. મહીન્દ્ર એન્ડ મહીન્દ્ર તો હજૂ મંદીના એનેસ્થેસીયામાંથી માંડમાંડ ભાનમાં આવે છે, કંપનીનું સેલ્સપ્રોફાઇલ સુધરે તો જ લેવાનો વિચાર કરાય. મારૂતિમાં પણ દિવાળીનો ઉપાડ જોયા પછી જ નિર્ણય લેવો.

TCS, ટેક મહીન્દ્ર અને ઇન્ફોસીસ ફંડામેન્ટલી સારી કંપનીઓ કોર્પોરેટ ટેક્સ ફેરફારની જાહેરાત પછી નબળાઇ દેખાડી રહી છે તેથી લેવામાં યોગ્ય ટ્રીગરની રાહ જોવી.

એચડીએફસી 2 જ દિવસ રંગમાં આવી પાછો 200 દિવસની એવરેજથી નીચે આવી ગયો છે, તાજેતરની રૂ. 1960ની બોટમ પણ તોડી શકે છે, સાવચેતી જરૂરી ગણાય.

જોકે HDFC બેન્ક હમણા માર્કેટ લીડર બની ગયો છે અને આ શેર ટાઇમ કરેક્શન પૂર્ણ કરી રૂ. 1200ની સપાટી તોડ્યા વગર જ રૂ. 1300 ઉપર જઇ નવા હાઇ બનાવતો જાય એવું જણાય છે. 2011માં આ શેરમાં સ્પ્લીટ આવ્યું તે પછીનો શેરનો દેખાવ આ વખતના શેરના સ્પ્લીટ પછી પુનરાવર્તિત થઇ પણ શકે છે.

આખું અઠવાડિયું ફિલ્ડિંગ ભરી, પણ શેરો ઘટ્યા નહીં, બેન્કિંગની તેજી જોઇ યસ બેન્ક લીધી તો ન્યુ લો પર ગઇ
સનેડો સનેડો સેન્સેક્સનો આ તો સનેડો, સમજીને કરજો કામ , તેજી-મંદીનો સનેડો, સમજી શકાય તો સમજી લેજો,
સેન્સેક્સનો આ છે સનેડો... સનેડો સનેડો... સનેડો ...!
વાચક મિત્રોને શુભેચ્છા
નવલી નવરાત્રિ દરમિયાન તમારો પોર્ટફોલિયો ફુલેફાલે તેવા શુભ સંદેશ સાથે અત્રે વિરમીએ, સેન્સેક્સનો બાકીનો સનેડો આવતા સપ્તાહે, મા ભગવતી- ભારતીના આશીર્વાદ આપ સૌ પર સાંભેલાધારે વર્ષે એવી

પ્રાર્થના સાથે...!!

અન્ય સમાચારો પણ છે...