તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાબરા, લાઠીમાં અડધો ઇંચ વરસાદ, ખેડૂતોએ વાવણીનાં શ્રીગણેશ કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રીપોર્ટર | અમરેલી,બાબરા

અમરેલી જિલ્લામા આજે ચોથા દિવસે પણ છુટીછવાઇ મેઘસવારી ચાલુ રહી હતી.

વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે અમરેલી જિલ્લામા શરૂ થયેલી મેઘસવારી હવે ધીમી પડી રહી છે. ત્રણ દિવસ પહેલા જિલ્લાના મોટાભાગના વિસ્તારમા વરસાદ હતો. જયારે આજે આખો દિવસ વાતાવરણ વાદળછાયુ જરૂર રહ્યુ઼ હતુ. પરંતુ જિલ્લાના માત્ર ત્રણ તાલુકામા જ વરસાદ નોંધાયો હતો. અમરેલીમા સવારથી આકાશમા વાદળોની હડીયાપાટી વચ્ચે બપોરના સમયે હળવા ઝાપટા પડી જતા શહેરના માર્ગો ભીના થયા હતા. કલેકટર કંટ્રોલરૂમના સુત્રોએ જણાવ્યું હતુ કે અમરેલીમા 6મીમી વરસાદ નોંધાયો હતો. આવી જ રીતે બપોરના સમયે બાબરા પંથકમા પણ ધીમીધારે અડધો ઇંચ વરસાદ વરસી જતા શહેરના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. લાઠીમા પણ બપોરના સમયે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. કંટ્રોલરૂમના સુત્રોએ જણાવ્યુ઼ હતુ કે આ સિવાય જિલ્લાના અન્ય કોઇ તાલુકામા વરસાદ નોંધાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...