તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલા પાડી દીધી હતી ના પછી આમિરના કહેવા પર ‘ઝુંડ’ સાથે ફરી જોડાયા અમિતાભ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થયેલા અમિતાભ બચ્ચનના એકાઉન્ટમાં આ વર્ષે 6 કરતા વધુ ફિલ્મો છે. તેમાંથી એક ‘ઝુંડ’ છે. આ ફિલ્મમાં તે એક એવા રિટાયર્ડ સ્પોર્ટ પ્રોફેસરના રોલમાં છે જે ઝૂંપડપટ્ટીના બાળકોને ફૂટબોલ રમતા શીખવે છે. જોકે, ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ એક ખુલાસો કરતા જણાવ્યું કે અમિતાભ આ ફિલ્મને પહેલા છોડી ચૂક્યા હતા પરંતુ આમિરના કહેવા પર તે પાછા આ ફિલ્મ સાથે જોડાયા. આમિરને આ ફિલ્મના ડાયરેક્ટર નાગરાજ મંજુલેથી ખૂબ ઉમ્મીદો છે. એ એટલે કે તે તેમની ‘સૈરાટ’ના ખૂબ મોટા ફેન છે. આખરે આમિરના કહેવા પર અમિતાભ આ ફિલ્મ સાથે જોડાયા. આ ફિલ્મ આ વર્ષે 8 મેના રિલીઝ થઈ શકે છે.

બ્રેકમાં પણ બાળકો સાથએ રમતા હતા કેબીસી
આ ફિલ્મનું શૂટિંગ નાગપુરમાં 45 દિવસો સુધી ચાલ્યું. ત્યાં અમિતાભે રિયલ ઝૂંપડપટ્ટીના બાળકો સાથે શૂટિંગ બ્રેકમાં પોતાની વેનિટીમાં નહીં પરંતુ એ બાળકો સાથે સમય વીતાવ્યો હતો. તેમણે એ બાળકોને માત્ર ફૂટબોલના નિયમ નહોતા શીખવ્યા પરંતુ જીવન વિશે પણ ઘણું બધુ શેર કર્યુ. આ બ્રેક દરમિયાન તેઓ ઘણી વખત બાળકો સાથે કેબીસી પણ રમતા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો