તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરવાળા પાલિકાનું 19.98 કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બરવાળા નગરપાલિકાની બજેટ બેઠકમાં સને 2019-20ના વર્ષનું પુરાંતલક્ષી બજેટ રજુ કરવામાં આવ્યું હતું આગામી વર્ષનું રૂ. 19.98 કરોડના પુરાંતલક્ષી બજેટને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

બરવાળા નગરપાલિકાનું સને 2019-20નું અંદાજપત્ર તેમજ સને 2019-20ના સુધારેલ અંદાજપત્રની બેઠક તા.27-2-19ના રોજ સવારના 11.30 કલાકે બરવાળા નગરપાલિકાના સભાખંડમાં બળવંતસિંહ મોરી પ્રમુખ બરવાળા ન.પા.ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં રાજુભાઈ જાદવ ઉપ પ્રમુખ બરવાળા ન.પા. પ્રતાપભાઈ બારડ,નટુભાઈ વાઘેલા, કમલેશભાઈ રાઠોડ, હિંમતભાઈ મેર સહિતના ચુટાયેલા સભ્યો અને ગૌરાંગકુમાર પટેલ ચીફ ઓફિસર ઉપસ્થિત હતા.

બરવાળા નગરપાલિકાની બજેટ બેઠકમાં સને 2019-20 નું રૂ.19.98 કરોડનું પુરાંતલક્ષી બજેટ રજુ કરવામાં આવ્યું હતું જેની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ સને 2019-20 નું સુધારેલ અંદાજપત્ર અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તેને ઉપસ્થિત તમામ સદસ્ય દ્વારા મંજુર રાખી વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.સને 2019-20 ના વર્ષમાં નગરજનોને રોડ,રસ્તા,પીવાના પાણી,આરોગ્ય તેમજ સ્વચ્છતા સહીત વિકાસલક્ષી સેવાઓ મળી રહે તે માટે બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. બજેટ બેઠકમાં નગરપાલિકાના વિવિધ ભંડોળને લગતી પ્રવૃતીઓની જોગવાઈ પણ કરવામાં આવી છે દેવા તેમજ લેણા સહિતની આવક અને જાવક સાથે રૂ.૧૯.૯૮ કરોડનું પુરાંતલક્ષી અંદાજપત્રને સર્વાનુંમતે બહાલી આપવામાં આવી હતી.તમામ સભ્યોનો આભાર માની સભા પૂર્ણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો