તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોડીયા તાલુકાના લખતર ગામે રહેતા એક ખેડૂત પ્રૌઢે આર્થિક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જોડીયા તાલુકાના લખતર ગામે રહેતા એક ખેડૂત પ્રૌઢે આર્થિક ભીંસના કારણે વાડીએ ઝેરી દવાના ટીકડા ગળીને આપઘાત કરી લેતા આઘાતની લાગણી ફેલાઇ ગઇ છે. સગા સંબંધી પાસેથી લીધેલી નાની મોટી હાથ ઉછીની રકમનું લેણું ભરપાઇ નહીં થઇ શકે તેવુ લાગતા ખેડૂત પ્રૌઢએ આ પગલું ભરી લીધાનું જાહેર થયુ છે.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મૂજબ જામનગરના જોડીયા તાલુકાના લખતર ગામે રહેતા અને ખેતીકામના વ્યવસાય સાથે સંકળાયેલા મનસુખભાઇ અમરશીભાઇ દલસાણીયા (ઉ.વ.50) નામના પ્રૌઢે ગત તા.10ના રોજ પોતાની વાડીએ ઝેરી દવાના ટીકડા ગળી જતા તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં એકાદ દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજયું હતુ.

આ બનાવની હાલ રાજકોટ ખાતે રહેતા મૃતકના નાનાભાઇ જયેશ અમરશીભાઇ દલસાણીયાએ જાણ કરતા જોડીયા પોલીસની ટીમ દોડી આવી હતી. આ બનાવના પગલે મૃતકના પરીવારમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. જયારે નાના એવા ગામમાં પણ ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...