તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીનાં સાવરકુંડલા-ખાંભા અને વડીયામાં હળવો વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાનો આરંભ થઇ ચુકયો છે. વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે ઠીકઠીક વરસાદ પડયા બાદ હવે છુટાછવાયા ઝાપટા પડી રહ્યાં છે. આજે સાવરકુંડલા, ખાંભા અને વડીયા પંથકમા હળવો વરસાદ પડયો હતો. અમરેલી અને રાજુલામા પણ ઝાપટા પડયા હતા. છેલ્લા બે દિવસથી અમરેલી પંથકમા છુટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે. આજે ખાંભા પંથકમા સવારના સમયે ઝાપટા સ્વરૂપે અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. અહી ઝાપટા સ્વરૂપે 13મીમી વરસાદ નોંધાયો હતો. તો સાવરકુંડલામા પણ સવારના સમયે એક ઝાપટુ પડી જતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. તો બીજી તરફ વડીયા, રાજુલા, અમરેલીમા પણ દિવસ દરમિયાન અવારનવાર છુટાછવાયા ઝાપટા પડયા હતા.

જાફરાબાદ બંદર પર 3 નંબરનંુ સિગ્નલ લગાવાયું
વાયુ વાવાઝોડાને પગલે રાજુલા જાફરાબાદના દરિયાકાંઠે લોકોને એલર્ટ કરી દેવામા આવ્યા હતા. જો કે વાવાઝોડાની આફત ટળતા આ વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જાફરાબાદ બંદર પર બે નંબરનુ સિગ્નલ લગાવાયુ હતુ. જો કે આજે અહી ત્રણ નંબરનુ સિગ્નલ લગાવી દેવામા આવ્યું હતુ.જાફરાબાદ બંદર પર દરિયામા આજે કરંટ જોવા મળ્યો હતો. અહી પવનની ગતિ 55 કિમી પ્રતિ કલાકની ઝડપે હોય મેરીટાઇમ બોર્ડ દ્વારા અહી ત્રણ નંબરનુ સિગ્નલ લગાવવામા આવ્યું હતુ. અહી ફરી એક વખત દરિયામા કરંટ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા માછીમારોને પણ સાવચેત કરી દેવામા આવ્યા હતા અને જરૂરી સુચનાઓ પણ આપવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...