અમિતાભે લતા મંગેશકર અને આશા ભોંસલેની નાનપણની તસવીર શૅર કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાઇરલ ફોટો...


અમિતાભ બચ્ચને ટ્વિટર પર લતા મંગેશકર અને આશા ભોંસલેની નાનપણની તસવીર શેર કરી છે. આ તસવીર ટ્વિટ થતાં જ તેને 2000થી વધારે લાઈક્સ મળી ગયા. બિગ બીએ આને શેર કરતા લખ્યું, લતાજી અને આશાજીની નાનપણની તસવીર! મેં વાચ્યું કે લતાજીએ પોતાના ગુરુઓને યાદ કર્યા અને અચાનક મને આ ફોટો મળી ગયો. ટેલિપથી! તસવીરમાં લતાજી ડાબી બાજુ શર્ટ અને સ્કર્ટ પહેરેલા દેખાઈ રહ્યાં છે અને તેમણે બે ચોટલી બાંધી રાખી છે. ત્યાં જ જમણી બાજુ આશાજી ફ્રોકમાં દેખાઈ રહ્યાં છે અને તેમના વાળ શોર્ટ છે. આ તસવીર ફેન્સને ખૂબજ પસંદ આવી. એક ફેને લખ્યું ખૂબ જ સ્વીટ અને ક્યૂટ, શ્રેષ્ઠ અને સુંદર તસવીર. એક બીજા ફેને કોમેન્ટ કરી શ્રેષ્ઠ સર, તમારા અને લતાજીના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ.લતાજીએ કર્યા ગુરુઓને યાદ. તેની પહેલા લતાજીએ ટ્વિટર પર લખ્યું હતું, આજે મારા પિતા સમાન કવિ પંડિત નરેન્દ્ર શર્માજી અને મારા આધ્યાત્મિક ગુરુજી પંડિત જમ્મુ મહારાજજી. આ દિવસોમાં બંનેની પુણ્યતિથિ છે. મેં એમના જીવનમાંથી ઘણુ બધું શીખ્યું છે. હું આજે બંને મહાન વિભૂતીઓને કોટી કોટી પ્રણામ કરું છું.
અન્ય સમાચારો પણ છે...