અંબાજી, બહુચરાજી અને ચોટીલા માઇમંદિરે ચૈત્રી નવરાત્રીના આરંભે ઘટસ્થાપન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૈત્રી નવરાત્રીનો યાત્રાધામ અંબાજી ખાતે વિધિવત્ત પ્રારંભ કરાયો છે. મંદિરમાં વહેલી સવારથી જ યાત્રીકોનો ધસારો જોવા મળ્યો હતો. ચૈત્રી નવરાત્રીના પગલે મંદિરના સભામંડપમાં ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું.

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવાની સાથે જ અંબાજી, બહુચરાજી, ચોટીલા અને શંખલપુર ખાતે માતાજીના મંદિરોમાં ઘટસ્થાપન વિધિ કરવામાં આવી હતી. અંબાજીમાં મંદિરના સભા મંડપમાં ઘટસ્થાપન કરાયું છે તેમાં સાત પ્રકારના અનાજનું મીશ્રણ કરીને જવેરા વાવવામાં આવ્યા છે. આ જવેરા નવ દિવસમાં ઊગી જશે. બહુચરાજી અને શંખલપુરમાં પણ ઘટસ્થાપન કરાયું હતું. તમામ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી.
શ્રદ્ધાળુઓ થયા ધન્ય
અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન વિધિ
દર્શન માટે ભક્તોનો ધસારો
શંખલપુરના પ્રાચીન સ્થાનકે ઘટસ્થાપન
બહુચરાજીના શંખલપુર ગામે આવેલા બાલા ત્રિપુરા સુંદરી બહુચર મૈયાના 5200 વર્ષ પ્રાચીન આદ્યસ્થાનકે ઘટ સ્થાપન વિધિ કરાઇ હતી. વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોનો ધસારો જામ્યો હતો.

ભક્તો ભાવવિભોર
ચોટીલા મંદિરે માનવ મહેરામણ
ચોટીલા ચામુંડામાં મંદિરે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે માનવ મહેરામણ ઉમટ્યુ હતું. જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી માતાજીના ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...