તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરના તમામ બાગ બાગીચા, બાલક્રીડાંગણ બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલિપાઈન્સમાં હોસ્ટેલથી નીકળ્યા બાદ એરપોર્ટથી પણ ગુજરાતના યુવાનોને કાઢ્યા

ફિલિપાઈન્સમાં ઘણા ભારતીયો ફસાયા છે તે પૈકી અમરેલીના નિરજ ઠાકર પણ એક છે. તેમની 18 માર્ચે ફ્લાઈટ કન્ફર્મ થતા એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાં સુધીમાં આખું સિટી લોકડાઉન થયું હતું અને ફ્લાઈટ રદ થઈ હતી. શહેરમાં લોકડાઉન હોવાથી તેઓ પરત પણ ફરી શક્યા ન હતા. એક દિવસ એરપોર્ટ પર રોકાયા બાદ તેમને ત્યાંથી પણ બહાર કઢાયા છે ભારતીય દૂતાવાસે ભોજન સુવિધા કરી છે.

કોરોના વાઇરસ સંક્રમણ સામેના સાવચેતીના પગલાં રૂપે રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના તમામ 170 બાગ બગીચા અને બાલક્રીડાંગણ 31 માર્ચ સુધી બંધ કરવા નિર્ણય કર્યો છે. સાથોસાથ શહેરીજનોને પણ બાગ બગીચાઓમાં પ્રવેશ ન કરવા અનુરોધ કર્યો છે. મનપાએ તમામ બાગ બગીચાઓમાં સિક્યુરિટી ગાર્ડ મૂકી દીધા છે અને મોર્નિંગ વોક તેમજ હરવા ફરવા માટે આવતા લોકોને પણ બગીચામાં જતા અટકાવવામાં આવી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...