તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્લબ બાયર્નના અલ્ફોન્સોનો જન્મ ઘાનાના રેફ્યૂઝી કેમ્પમાં થયો, 17 વર્ષની વયે 95 કરોડમાં ક્લબ ફૂટબોલમાં ડેબ્યૂ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેનેડાનો ફૂટબોલર અલ્ફોન્સો ડેવિડ છેલ્લા 1 વર્ષમાં ક્લબ બાયર્ન મ્યૂનિખ માટે ટોચનો ખેલાડી બન્યો છે. 18 વર્ષ, 4 મહિના, 15 દિવસની વયે પ્રથમ ગોલ કરી તે ક્લબ તરફથી ગોલ કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. આ વર્ષે 10 મેચમાં તેના નામે 2 ગોલ નોંધાયા છે. અલ્ફોન્સોનું ફૂટબોલ કરિયર ભલે રોમાંચક રીતે આગળ વધી રહ્યું હોય, પરંતુ તેની કહાણી એટલી જ રોચક અને સંઘર્ષપૂર્ણ રહી છે. અલ્ફોન્સોનો જન્મ 2000માં એક રેફ્યૂઝી કેમ્પમાં થયો હતો. બીજા લાઈબેરિયન ગૃહયુદ્ધમાં તેનો પરિવાર અસરગ્રસ્તોમાં સામેલ હતો. 5 વર્ષનો હતો ત્યારે તેણે માતા-પિતા સાથે કેનેડામાં રેફ્યૂઝી તરીકે શરણ લીધું હતું. અલ્ફોન્સોએ 6 વર્ષની વયે ફૂટબોલ રમવાની શરૂઆત કરી અને 14 વર્ષની વયે વેનકુવર વ્હાઈટકેપ્સ સાથે જોડાયો. 17 વર્ષની વયે અલ્ફોન્સોને બાયર્ન મ્યૂનિખે 95 કરોડમાં ખરીદયો. તે બાયર્ન મ્યૂનિખ તરફથી ગોલ કરનાર પ્રથમ કેનેડિયન ઈન્ટરનેશનલ ખેલાડી છે. કેનેડા તરફથી અલ્ફોન્સોએ 2017માં ડેબ્યૂ કર્યું અને અત્યાર સુધી 16 મેચમાં 4 ગોલ કરી ચૂક્યો છે.

ખેલાડીઓની કહાણી, જેમણે માનસિક મજબૂતી સાથે મેદાનમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું
બુંદેસલીગા જીત્યા બાદ ડેવિસ.

દ. આફ્રિકાની તાઝમીન એથ્લીટ હતી, અકસ્માત બાદ ક્રિકેટમાં આગળ વધી, હવે આં.રા.ક્રિકેટર
દ.આફ્રિકાની તાઝમીન બ્રિટ્સ 28 વર્ષની છે. 2018માં ક્રિકેટ મેદાન પર ડેબ્યૂ કર્યું, પરંતુ રમત ક્ષેત્રે તે 15 વર્ષથી વધુ સમયથી સક્રિય છે. તાઝમીન આફ્રિકાની નેશનલ લેવલની એથ્લિટ રહી ચૂકી છે. 2012માં તે એક અકસ્માતનો ભોગ બની હતી. તાઝમીન માટે ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. પછી જેવેલિન થ્રોના કરિયરને છોડીને ક્રિકેટમાં આગળ વધવાનો નિર્ણય કર્યો. તાઝમીન આફ્રિકા માટે 14 ટી-20 રમી ચૂકી છે. હાલ દ.આફ્રિકાની ટીમ ટી-20 અને વન-ડે સીરિઝ રમવા ભારત આવી છે. જેમાં તાઝમીન સામેલ છે. અકસ્માત અગાઉ તાઝમીન જેવેલિન થ્રોમાં વર્લ્ડ જુનિયર મેડલિસ્ટ રહી ચૂકી હતી. તાઝમીને કહ્યું કે-‘જ્યારે અકસ્માત થયો ત્યારે હું ઓલિમ્પિકની તૈયારી કરી રહી હતી. જોકે પછી બધું બદલાઈ ગયું.

અન્ય સમાચારો પણ છે...