તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપિકાની ‘છપાક’ પર ચાર ગણી ભારે પડી અજયની ‘તાન્હાજી’, પહેલા દિવસે કમાયા 16 કરોડ રૂપિયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અજય દેવગણ સ્ટારર ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’એ પહેલા દિવસે દીપિકાની ‘છપાક’ કરતા આશરે 4 ગણી કમાણી કરી છે. બોક્સ ઓફિસ રિપોર્ટ મુજબ ‘છપાક’એ 4.75 કરોડ રૂપિયા સાથે ધીમી શરૂઆત કરી જ્યારે પહેલા દિવસે ‘તાન્હાજી’એ શ્રેષ્ઠ 15.10 કરોડ રૂપિયા કમાણી કરી.

આટલી સ્ક્રિન્સ પર થઈ રિલીઝ...
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ મુજબ તો સવારના શોઝથી ફિલ્મ ‘છપાક’ની સારી કમાણી થઈ અને ટ્રેડ એક્સપર્ટ માનીને ચાલી રહ્યા હતા કે સાંજે કલેક્શનમાં વધારો આવી શકે છે પરંતુ આવું થયું નહીં અને ફિલ્મ 4.75 કરોડ રૂપિયાની કમાણી પર જ મર્યાદિત રહી ગઈ. તેને સન્માનજનક વીકેન્ડ કલેક્શન બનાવવા માટે બીજા અને ત્રીજા દિવસની કમાણીમાં વધારો લાવવો પડશે. તેમજ ‘તાન્હાજી’ના કલેક્શનમાં બપોર પછી ઝડપથી વધારો જોવા મળ્યો. પોઝિટિવ માઉથ પબ્લિસિટીના કારણે બીજા અને ત્રીજા દિવસની કમાણીમાં મોટો જંપ જોવા મળી શકે છે.

અને અહીં રજનીએ કર્યો 119 કરોડનો ધમાકો
આ સિવાય સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘દરબાર’એ તો રેકોર્ડ જ કાયમ કરી દીધો છે. તેણે ઓવર ઓલ બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરતા 119 કરોડનો વેપાર કર્યો છે જેમાંથી દેશભરમાં તેણે 32 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યુ છે. વિદેશમાં તો આ ફિલ્મે પોતાનું જબરદસ્ત પ્રદર્શન કર્યુ છે. ન્યૂઝીલેન્ડમાં તેને શાનદાર ઓપનિંગ મળી છે. તેમજ સંયુક્ત રાજ્ય અમેરિકામાં ફિલ્મે પહેલા દિવસે જ 6 લાખ 15 હજાર ડોલર (4.38 કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. મલેશિયા અને સિંગાપુર જેવા દેશોમાં આ ફિલ્મ પહેલા જ દિવસે નંબર વન રહી. આ ફિલ્મ 9 જાન્યુઆરીના આશરે 4 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. એ. આર. મુરુગદૉસ નિર્દેશિત આ ફિલ્મમાં રજનીકાંત સિવાય સુનીલ શેટ્ટી, નયનતારા અને યોગી બાબૂ પણ અગત્યના રોલમાં દેખાઈ રહ્યા છે.

હિન્દી બેલ્ટમાં નબળી રહી ‘દરબાર’
આટલી કમાણી છતાં હિન્દી બેલ્ટમાં આ ફિલ્મ નબળી રહી. ફિલ્મે અહીં 1.88 કરોડ રૂપિયાની કમાણી કરી છે જેનાથી 1.2 કરોડ હિન્દી અને 68 લાખ રૂપિયા તમિલ વર્ઝનનું કલેક્શન સામેલ છે.

કોલિવૂડ મૂવીઝના ટોપ 5

ડે 1 વર્લ્ડ વાઇડ ગ્રોસ

1. 2.0 - 135 કરોડ

2. દરબાર - 119 કરોડ (કમાણી ચાલુ છે)

3. કબાલી - 88 કરોડ

4. સરકાર - 73 કરોડ

5. બિગિલ - 60 કરોડ

તાન્હાજી

4540 સ્ક્રીન્સ (ભારતની 3880 અને ઓવરસીઝની 660 સ્ક્રીન) પર
જુદી-જુદી કેટેગરીઝમાં ફિલ્મની કમાણી

તમિલનાડુ 16 કરોડ

કર્ણાટક 5 કરોડ

કેરળ 2.50 કરોડ

નિજામ/આંધ્ર 6.50 કરોડ

હિન્દી સર્કિટ 1.88 કરોડ

છપાક

2160 સ્ક્રીન્સ (ભારતની 1700 અને ઓવરસીઝની 460 સ્ક્રીન) પર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો