તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદથી થાઈલેન્ડના પાટનગર બેંગકોક માટે એર એશિયાએ નોન સ્ટોપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદથી થાઈલેન્ડના પાટનગર બેંગકોક માટે એર એશિયાએ નોન સ્ટોપ ફ્લાઈટની જાહેરાત કરી છે. 31 મેથી શરૂ થનારી આ નવી ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે જશે. શરૂઆતમાં 4 ફેબ્રુઆરી 2020 સુધી આ ફ્લાઈટ માટે એર એશિયાએ રૂ.4999 ઓલ ઇન પ્રમોશનલ વનવે ભાડું રાખ્યું છે. જો કે પેસેન્જરે લગેજ અને ફૂડ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.

એર એશિયા ઇન્ડિયાના માર્કેટિંગ હેડ રાજકુમાર પરનથમને જણાવ્યું કે, ગુજરાતમાંથી દર વર્ષે દોઢ લાખથી વધુ લોકો બેંગકોક, પતાયા સહિત થાઈલેન્ડ ફરવા જાય છે. અમદાવાદથી બેંગકોક માટે એર એશિયા દ્વારા 180 સીટર એરક્રાફ્ટનો ઉપયોગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...