તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div News Ahimsa Against Violence The Story Of The First American Woman To Become Jain Nun Understood The Importance Of Non Violence For 16 Months Spent In Battle 062043

હિંસા વિરુદ્ધ અહિંસા - જૈન સાધ્વી બનનારી પ્રથમ અમેરિકી મહિલાની કહાણી, યુદ્ધમાં વિતાવેલા 16 મહિનાથી અહિંસાનું મહત્ત્વ સમજી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેમી હર્બેસ્ટર, જૈન સાધ્વી

ટેમી હર્બેસ્ટર જૈન સાધ્વી બનનારાં પ્રથમ અમેરિકી મહિલા છે. તેમનો જન્મ કેથોલિક પરિવારમાં થયો હતો. 2008માં આચાર્ય શ્રી યોગીશ પાસેથી દીક્ષા લીધા બાદ તેઓ સાધ્વી સિદ્ધાલી શ્રી બની ગયાં. માનવ તસ્કરી રોકવી તેમના જીવનનાં સૌથી મોટાં લક્ષ્યો પૈકી એક છે. તેઓ તસ્કરો પાસેથી છોડાવેલા લોકોને પાછા સમાજમાં લાવવા કામ કરી રહ્યાં છે. તે માટે તેઓ અમેરિકી પોલીસને પણ ટ્રેનિંગ આપી રહ્યાં છે. સાધ્વી બનવાની કથની તેમના જ શબ્દોમાં વાંચો...

વાત 2005ની છે. હું અમેરિકી સૈન્યમાં નર્સ તરીકે ઇરાકમાં કામ કરી રહી હતી. મારું કામ ઘવાયેલા અમેરિકી સૈનિકોની સારવાર કરવાનું હતું. મેં ઘણા સૈનિકોને તેમનાં અંગો ગુમાવતા અને મરતા જોયા. એક દિવસ મારી બટાલિયન કાફલા સાથે શિબિરમાં પરત ફરી રહી હતી. અચાનક રસ્તાની સાઇડ પર વિસ્ફોટ થયો. બધા લોહીલુહાણ થઇ ગયા. એક સૈનિકે જીવ ગુમાવ્યો. હું કાફલામાં નહોતી. હોત તો તેને બચાવવાનો પૂરો પ્રયાસ કરત. તે સૈનિકની અંતિમવિધિમાં મારા સાથી સૈનિકો સાથે ઊભી રહેલી હું પીડાની પરાકાષ્ઠા પર હતી. તે દિવસે મારો એક નવા સત્ય સાથે સામનો થયો હતો. અહિંસાનું મહત્વ સમજાયું હતું. મેં અનુભવ્યું હતું કે હિંસા ખૂબ પાશવી અને કઠોર છે. તે મારા મનને પણ નિષ્ઠુર બનાવી રહી છે. મને લાગ્યું કે હિંસા અને મોતનું આટલું સામાન્ય થઇ જવું માનવતાની સૌથી મોટી બીમારી છે. ઇરાકમાં મેં નિર્દોષ બાળકો, મહિલાઓ, યુવકો અને વૃદ્ધોની લાશો વચ્ચે જીવતી લાશોને ભોજન શોધતી જોઇ. તે સંજોગોએ બાળપણથી મનમાં ઊઠી રહેલા અમુક સવાલોની બેચેની વધારી દીધી હતી. દાખલા તરીકે, હું કોણ છું? ભગવાન કોણ છે? સત્ય શું છે? મારી માતાનું મોત આટલું વહેલું કેમ થઇ ગયું? મારા પિતા સાથે મારે કેમ બનતું નથી? આ સવાલોના જવાબ મેળવવા હું બાળપણમાં ચર્ચમાં સેવિકા બની હતી પણ સિનિયર સ્કૂલમાં આવતાં-આવતાં મને એવું લાગવા માંડ્યું હતું કે આ રીતે તો જવાબ નહીં મળે. મેં ચર્ચમાં જવાનું બંધ કરી દીધું અને ઘણા આધ્યાત્મિક લોકોને મળી. એક મિત્રએ આચાર્ય શ્રી યોગીશ સાથે મુલાકાત કરાવી. તેમને મળી તેને ચાર મહિના થયા હતા ત્યાં મારે ઇરાક યુદ્ધમાં નર્સ તરીકે જવું પડ્યું. ઇરાકમાં 16 મહિનાની ડ્યુટી પૂરી કરીને હું અમેરિકા પરત ફરી ત્યારે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં બેચલર ઇન કમ્યુનિકેશન કોર્સમાં એડમિશન લઇ લીધું. સાથે જ વિચાર, આચરણ અને વાણીમાં મેં અહિંસાનો અભ્યાસ શરૂ કર્યો. શાકાહાર અપનાવી લીધો. 24 વર્ષની ઉંમરે દીક્ષા લઇ લીધી. આચાર્ય શ્રી યોગીશ પાસેથી મને સાધ્વી સિદ્ધાલી શ્રી નામ મળ્યું. હાલ અમે અહિંસા અને માનવ તસ્કરી જેવા વિષયો પર ડોક્યુમેન્ટ્રી પણ બનાવી રહ્યા છીએ. આજે અમે કદાચ એવા પહેલા જૈન ભિક્ષુ છીએ કે જે માનવ તસ્કરી રોકવાની દિશામાં કામ કરી રહ્યા છે.

વર્ષ 2005માં ઇરાકમાં ડ્યુટી દરમિયાન ટેમીના ખભા પર ગન રહેતી હતી. યુદ્ધથી અસરગ્રસ્ત એક પરિવારની બાળકીને મળી તો ચોકલેટ આપીને તેને હસાવી હતી. હવે તેઓ સાધ્વી સિદ્ધાલી શ્રી બની ગયા છે. દિનચર્યામાં ધ્યાન મહત્વનો હિસ્સો બની ગયો છે.

ટેમી હર્બેસ્ટર ત્યારે...
અત્યારે
અન્ય સમાચારો પણ છે...