તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઘનાં મોત બાદ વાઘ શોધવા વનવિભાગ જંગલો ખૂંદશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહીસાગર જિલ્લામાં આજથી મુખ્ય વન સંરક્ષક એસ.કે.શ્રીવાસ્તવના આદેશના પગલે 150થી વધુ વનકર્મીઓ અને 30 થી વધુ નાઈટ વિઝન ટ્રેપ કેમરા લગાડી એક વાઘના મોત બાદ અન્ય વાઘની શોધખોળ કરશે.

છેલ્લા છ માસથી વાઘ નથી નું ગાણું ગાતા વન વિભાગને અચાનક હવે ડહાપણની દાઢ ફૂટી છે હવે મહીસાગરના વન વિસ્તારોમાં 30 થી વધુ નાઈટ વિઝન કેમરા અને 150થી વધુ વનકર્મીઓ મહીસાગર જિલ્લાના વન વિસ્તારમાં અન્ય વાઘની શોધખોળમાં ડુંગરાઓ ખૂંદશે. વાઘનું કંતારના જંગલમાં મૃત્યુ થયું છે તેના પોસ્ટમોર્ટમ સમયે ઉપસ્થિત વડોદરા રેન્જના સીસીએફ શ્રીવાસ્તવે આગામી સમયમાં સ્થાનિકોની વધુ વાઘ હોવાની વાતને સ્વીકારી હતી અને આજથી અન્ય વાઘ શોધખોળ અભિયાનને તેજ બનાવશે.

મહીસાગર જિલ્લામાં છેલ્લા છ માસથી સ્થાનિક પ્રજાજનો વાઘની હાજરી વનવિસ્તારમાં હોવાનું જણાવી રહ્યા હતા પરંતુ વન વિભાગ માનવા તૈયાર નહતું. દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસિધ્ધ કર્યો ત્યારે વન વિભાગ હરકતમાં આવ્યું હતું.

શરમ : વન વિભાગની બેદરકારી મહીસાગરના વાઘને ભરખી ગઇ
લુણાવાડા | ગુજરાતમા વર્ષો બાદ વાઘ જોવા મળતાં મહીસાગર જિલ્લાવાસીઓ સહિત સમગ્ર રાજ્યના પર્યાવરણપ્રેમીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. પરંતુ વનવિભાગ અને રાજ્ય સરકારની ઘોર બેદરકારીના પગલે આ ખુશી ક્ષણિક સાબિત થઈ છે લુણાવાડા તાલુકાનાં કંતાર પાસેના જંગલમાં વાઘનો મૃતદેહ મળ્યા બાદ આજરોજ પોસ્ટમોર્ટમ કર્યા બાદ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. વાઘના મૃત્યુના કારણ અંગે અનેક શંકાઓ કુશંકાઓ થઈ રહી હતી. વાઘનું મૃત્યુ અંદાજે ચારેક દિવસ અગાઉ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે વાઘના મૃત્યુનું સાચું કારણ ફોરેન્સિક અને પેથોલોજી લેબોરેટરીના રિપોર્ટ પર આધાર રાખવો પડે તેમ કહી રહ્યા છે.

વનવિભાગે પૂરતી વ્યવસ્થા ન કરતાં વાઘને મરવાનો વારો

વડોદરા |
મહિસાગરના જંગલમાં 4 મહિના પહેલા વાઘ હોવાની વનવિભાગને જાણ હોવા છતાં તેના ભોજનની પૂરતી વ્યવસ્થા ન કરતાં અંતે વાઘને ભૂખે મરવાનો વારો આવ્યો હોવાનું અનુમાન છેે. ન્યૂઝ પોર્ટલ ફસ્ટ પોસ્ટમાં અજય સૂરીએ 22 ફેબ્રુઆરીએ મહિસાગરનું જંગલ વાઘ માટે અનુકૂળ નહિ હોવાનું કહી વાઘ અહિ લાંબો સમય ટકી નહિ શકે તેવો ઇશારો કર્યો હતો. દીપડાંને સાચવવામાં માહેર વનવિભાગ વાઘને બચાવવામાં કાચુ પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો