તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફઘાન શાંતિ સમજૂતી: તાલિબાન કેદીઓની મુક્તિ 14 માર્ચથી થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનમાં શાંતિ સમજૂતી હેઠળ તાલિબાન કેદીઓની મુક્તિ 14 માર્ચથી શરૂ થશે. રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ અશરફ ગનીએ કેદીઓને પોરેલ પર મુક્ત કરવાનો આદેશ જારી કર્યો છે. પ્રથમ તબક્કામાં 1,500 કેદીઓને મુક્ત કરાશે. એક અધિકારીએ કહ્યું કે રાષ્ટ્રપ્રમુખના આદેશાનુસાર 5 હજાર તાલિબાન કેદીઓને તબક્કાવાર મુક્ત કરાશે. 3,500 તાલિબાન કેદીઓને ઇન્ટ્રા-અફઘાન મંત્રણા દરમિયાન અને પછી મુક્ત કરાશે. સમજૂતી મુજબ, મુક્ત થનારા કેદીઓએ લેખિત બાંયધરી આપવી પડશે કે તેઓ યુદ્ધના મેદાનમાં પાછા નહીં ફરે. રાષ્ટ્રપ્રમુખના પ્રવક્તાએ કહ્યું કે શરૂના 15 દિવસમાં 1,500 તાલિબાન કેદીઓને મુક્ત કરાશે. રોજ 100 તાલિબાન કેદીઓને ઉંમર, સ્વાસ્થ્ય અને બાકી સજાના આધારે મુક્ત કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો