બોગસ બિલ કૌભાંડમાં એકાઉન્ટન્ટની ધરપકડ

Div News - accountant arrested in bogus bill scam 062007

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:20 AM IST
શનિવારે વહેલી સવારે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ એકાઉન્ટન્ટ પરિન શાહ અને અન્ય એક રિતેશ શાહની બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ કરી છે. બંનેએ જીએસટીમાં બોગસ બિલોથી રૂ. 82 કરોડના વ્યવહાર કરવા ઉપરાંત કૌભાંડ માટે 18 બોગસ પેઢી બનાવી હતી. નારાણપુરાની રંગકુજ સોસાયટીમાં રહેતા રિતેશ શાહ (30) અને એકાઉન્ટન્ટ પરિન શાહ બંનેએ ભેગા મળી બોગસ બિલના આધારે રૂ. 82 કરોડની આઇટીસી લઇને પાસઓન કરી હતી. રૂ. 82 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જીએસટીએ ધરપકડ કરી છે. આ બંને આરોપીઓને મેટ્રો કોર્ટમાં રવિવારે રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરાઇ છે. જેમાં આરોપી તરફે એવી રજૂઆત કરી હતી કે સીઆરપીસીની કલમ 167 મુજબ ફરિયાદ વગર રિમાન્ડ આપી ન શકાય અને આરોપીના કન્ફેશન સ્ટેટમેન્ટ માટે પણ રિમાન્ડ આપી ન શકાય કારણ કે તેના બંધારણીય હક પર તરાપ સમાન છે.

X
Div News - accountant arrested in bogus bill scam 062007
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી