તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેસની વિગત અનુસાર, પંચમહાલના મોરવા હડફમાં 16 વર્ષની કિશોરી સાથે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેસની વિગત અનુસાર, પંચમહાલના મોરવા હડફમાં 16 વર્ષની કિશોરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના બની હતી, જેમાં બનાવના દિવસે પોતાના ખેતરના બોરમાં પાણી ભરવા આવેલા સંજય ડામોર નામના યુવકનું પાણીનો ઘડો ઊંચકીને કિશોરી તેના ઘર સુધી મૂકવા ગઈ હતી. રાત્રે 8 વાગે ત્યાં જ ઊભેલા અજિતકુમાર ભગોરા અને વજેસંગ ડામોરે તેને પકડી નજીકમાં ખેંચી ગયા હતા. જ્યાં એક આરોપીએ પકડી રાખી બીજાએ કપડાં કાઢી નાખી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરીને ગર્ભ રહી ગયો હતો અને 10મા ધોરણની પરીક્ષાની તૈયારી માટે રાજસ્થાન પોતાના સગાના ત્યાં ગઈ ત્યારે બાળકને જન્મ આપ્યો હતો. તેનો નિકાલ કરવા જતાં પોલીસના હાથે તે પકડાઈ ગઈ હતી. ત્યાર બાદ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...