તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાતના અકબરપુરામાં બે કોમ વચ્ચે હિંસક અથડામણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાતના અકબરપુર વિસ્તારમાં બે કોમના લોકો સાથે રહેતા હોવાથી અવારનવાર છમકલાં થાય છે. ચાર દિવસ અગાઉ લગ્નમાં ડી.જે વગાડવા બાબતે બે કોમ બાખડી હતી. જેના પરિણામ સ્વરૂપે રવિવારે ફરી બે કોમના ટોળાઓ સામસામે આવી પથ્થર મારો કરતાં સ્થિતિ તંગ બની હતી. વિફરેલા ટોળાઓએ મદનનગર પાસે 7 મકાનો, 2 વાહનોને આગ ચાંપી દીધી હતી. બનાવ બાદ જિલ્લાનો પોલીસ કાફલો ઉતારી દેવાયો હતો. પોલીસે ટીયર ગેસના 22 રાઉન્ડ અને 7 રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યા હતાં. લગભગ દોઢ કલાક સુધી ભારે પથ્થરમારો ચાલુ રહ્યો હતો. જેમાં 5 પોલીસ જવાન સહિત 15થી વધુ વ્યક્તિઓને વધતી ઓછી ઇજા થઇ છે.

અકબરપુર વિસ્તારના મદનનગર નજીક બે કોમના ટોળા સામેસામે આવીને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. વિફરેલા ટોળાએ મદનનગરમાં બે હોમગાર્ડ જવાનોના મકાન સહિત 7 મકાનોમાં આગ ચાંપી દીધી હતી. ટોળાએ ઘરોમાં લૂંટફાટ પણ ચલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો