તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદ તાલુકા ક્ષત્રીય રાજપૂત સમાજનો 5મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા સંઘ દ્વારા સમસ્ત રાજપુત સમાજ બોટાદ તાલુકાનો પાંચમો સરસ્વતી સન્માન તથા વિશિષ્ટ પ્રતિભા અભિવાદન સમારોહ રવિવારના રોજ શ્રી ક્ષત્રિય રાજપુત સમાજ વાડી ગઢડા રોડ બોટાદ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કાનભા ગોહિલ પ્રમુખ સમસ્ત રાજપુત સમાજ ગુજરાત, અવનિબા મોરી ડેપ્યુટી ડાયરેક્ટર (પરીક્ષા) ગુ.મા. અને ઉ.માં. શિક્ષણ બોર્ડ ગાંધીનગર, નવલસિંહ પરમાર ડેપ્યુટી ડાયરેક્ટર માહીતી પ્રસારણ મંત્રાલય ગાંધીનગર, ભારતસિંહ ગોહિલ, ભરતસિંહ ગોહિલ, જુવાનસિંહ મકવાણા, સહદેવસિંહ ગોહીલ ચેરમેન એ.પી.એમ.સી ધંધુકા, નરેન્દ્રસિંહ અસ્વાર તેમજ સમાજના શ્રેષ્ઠીઓ અને સંતો મહંતો જનકસિંહ અમરધામ છલાળા, આઈ દક્ષાબા મોગલધામ તરઘરા, વિક્રમબાપુ શાંતિઆશ્રમ બગડની ઉપસ્થિતિમાં યોજાયો હતો. લાખેણી ગામની બાળાઓ દ્વારા સ્વાગતગીત રજુ કરવામા આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ધોરણ 5થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રતિભા પ્રાપ્ત કરેલા ભાઈઓ બહેનોને મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનીત કર્યા હતા. આ તમામ સન્માનકર્તાઓના શિલ્ડ અને સન્માનપત્રના સૌજન્યદાતા રાજદિપસિંહ નકુમ નાયબ પોલીસ અધિક્ષક બોટાદ તરફથી મળ્યુ હતું. લાખેણી અને ખસ ગામની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામા આવ્યા હતા. આ સાથે બેસ્ટ તલવાર રાશ બાળાઓ દ્વારા કરવામા આવ્યો હતો. આ કાર્યક્રમમા બોટાદ જિલ્લા માંથી રાજપુત સમાજના રાજકિય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

સમાજના લોકો હાજર રહ્યા હતા. તસવીર કેતનસિંહ પરમાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો