‘સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માગતી પાર્ટીઅે ન આવવું’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પક્ષના ઉમેદવાર પ્રચાર માટે ગામે ગામ ફરી મતદાતાને રીઝવવા મથી રહ્યા છે. જોકે, આવા સમયે મોરબીના મહેન્દ્રનગર ગામના બસ સ્ટેન્ડમાં સમસ્ત મહેન્દ્રનગર ગ્રામજનોના નામ પર બેનર મારતા રાજકીય માહોલ ગરમાયો હતો. ગામના બસ સ્ટેન્ડમાં ભારતીય સેનાની સર્જીકલ સ્ટ્રાઈકનાં સબુત માંગતી પાર્ટીએ મત માંગવા પ્રવેશવું નહિ. આ ગામમાં સેનાનું અપમાન કરતી પાર્ટીને મત આપવામાં આવશે નહીં તેવું લખાયેલુ છે. આ બેનર ખરેખર ગ્રામજનોએ માર્યું છે કે ચૂંટણીનો લાભ લેવા કોઈ રાજકીય પક્ષનું કારસ્તાન છે તે સ્પષ્ટ થયું ન હતું. હાલ આ બનેરને કારણે ગામમાં રાજકીય માહોલ ગરમાયો છે.

અન્ય સમાચારો પણ છે...