દિલ્હીમાં ચૂંટણી પરિણામના દિવસે ‘નન્હે કેજરીવાલ’ પણ છવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મંગળવારે સવારે મતગણતરી શરૂ થયાની 15-20 મિનિટમાં જ ચિત્ર સ્પષ્ટ થઇ જતાં દિલ્હીમાં ‘આપ’ના કાર્યાલય ખાતે ઉજવણી માટે સવારથી જ પક્ષના નેતાઓ, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. તે દરમિયાન ‘આપ’ના એક સમર્થકનું બાળક સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યું. કેજરીવાલની સ્ટાઇલમાં મફલર, લાલ સ્વેટર અને ટોપી પહેરીને તથા પેનથી કેજરીવાલ જેવી મૂંછ બનાવડાવીને આવેલા આ બાળકની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ શૅર થઇ.
અન્ય સમાચારો પણ છે...