‘DySPની 7 દિવસમાં ધરપકડ નહીં થાય તો હું આત્મવિલોપન કરીશ’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરાઈ પોલીસ એકેડેમીના ડીવાયએસપી એન. પી. પટેલના માનસિક ત્રાસ અને શારિરિક શોષણથી કંટાળીને આત્મહત્યા કરી લેનારા પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની ડિમ્પલબાએ રાજ્ય સરકાર અને ક્રાઇમ બ્રાંચ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ક્રાઇમ બ્રાંચે 5 મહિના પછી પણ દેવેન્દ્રસિંહને આત્મહત્યા કરવા મજબૂર કરનારા ડીવાયએસપીની ધરપકડ કરી નથી. ડિમ્પલબાએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો અઠવાડિયામાં ક્રાઇમ બ્રાંચ ડીવાયએસપીની ધરપકડ નહિ કરે તો હું સચિવાલય જઈને આત્મવિલોપન કરીશ. મેં સીબીઆઈ તપાસની માગ કરી છે. ન્યાય મળે તે માટે હું પોલીસ કમિશનર, ડીજીપી, ગૃહ મંત્રી, મુખ્યમંત્રીને મળી હતી. બધાએ અમને કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ કોઈએ હજુ સુધી કાર્યવાહી કરી નથી.

અન્ય સમાચારો પણ છે...