25 વર્ષનો 2 સંતાનનો શિક્ષક પિતા 17 વર્ષની વિદ્યાર્થિનીને ભગાડી ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવ હાઇસ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં ધો 5 થી 8માં ફરજ બજાવતા પરણિત શિક્ષકે શાળામાં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થીનીને શિક્ષણના પાઠ ભણાવવાની જગ્યાએ પ્રેમના પાઠ ભણાવીને મોહજાળમાં ફસાવી હતી. શિક્ષકની ગરીમાને નેવે મૂકીને પરણિત હોવા છતાં વિદ્યાર્થિને પટાવી ફોસલાવીને અપહરણ કરીને 6 દિવસ અગાઉ લઇ ગયો હતો. વિદ્યાર્થિનીની માતાએ આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધા‌વી છે. આંકલાવમાં આવેલી માધ્યમિક કેળવણી મંડળ શાળામાં ધો.5થી 8માં ફરજ બજાવતો પરણિત લપટ શિક્ષક ધર્મેન્દ્રસિંહ કિરણસિંહ પરમાર (ઉ.વ 25 ,રહે આસોદર) છેલ્લાં કેટલાંય સમયથી આ શાળામાં ફરજ બજાવે છે અને એજ શાળામાં અભ્યાસ કરતી ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવીને 7મીના રોજ બપોરના બે વાગ્યા બાદ ભગાડીને લઇ ગયો છે. જેના પગલે આંકલાવ ગામમાં તથા શિક્ષક આલમમાં લંપટ શિક્ષક સામે ભારે રોષ ફેલાયો હતો. મોડી સાંજ સુધી વિદ્યાર્થિની ઘરે ન આવતાં તેમના પરિવાર જનોએ સંગાસંબંધીને ત્યાં તપાસ કરી હતી.દરમિયાન ઘરમાંથી વિદ્યાર્થિની સહીવાળી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું મને માફ કરજે મમ્મી હું જાવ છું મને શોધતા નહીં હું પાછી નહીં આવું તેવી લખેલું મળી આવ્યું હતું. આ લંપટ શિક્ષકે બે વર્ષ અગાઉ વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી હતી.

અન્ય સમાચારો પણ છે...