અંકલેશ્વરમાં ONGCમાં નોકરીના બહાને 10 લાખની છેતરપિંડી

Div News - 10 lakh cheating frauds in ongc in ongc 091016

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:10 AM IST
અંકલેશ્વરના યુવાનને ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને 10 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાની ફરિયાદ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે રીયલ જોબ સર્ચ સેન્ટરના સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ત્યાગીનગરના સંદીપ ફરશુરામ પટેલ અંકલેશ્વરની મિરાન્ડા ટુલ્સમાં નોકરી કરતા હતાં. સારી નોકરીની શોધમાં અંકલેશ્વરના જગદીશ રામચંદ્ર શર્માનો સંપર્ક સાધ્યો હતો. તેમની 1,100 રૂપિયા ભરી રજીસ્ટેશન કરાવ્યું હતું. થોડા દિવસ બાદ ઓએનજીસીના 70 હજાર મહિનાના પગારની નોકરી છે અને તેના માટે 10 લાખ રૂપિયા આપવા પડશે. નવી નોકરી મેળવવા યુવાને જુની નોકરી પણ છોડી દીધી હતી. બાદમાં ખબર પડી કે તેમની સાથે છેતરપીંડી થઇ છે.

X
Div News - 10 lakh cheating frauds in ongc in ongc 091016
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી