Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad » Swaminarayan Temple Sandlewood clothes Akshay Tritiya Swaminarayan Shringar

અક્ષય તૃતિયાએ ભગવાન સ્વામિનારાયણને કલાત્મક ચંદનના વાઘા ધરાવાયા

Divyabhaskar.com | Updated - Apr 19, 2018, 01:20 AM

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરીક્ર્ષ્ણ મહારાજને ચંદનના વાઘા

  • Swaminarayan Temple Sandlewood clothes Akshay Tritiya Swaminarayan Shringar
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અખાત્રીજે ભગવાન સ્વામિનારાયણને ચંદનના વાઘા ધરાવાયા હતા.

    અમદાવાદ. શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિક્ર્ષ્ણ મહારાજને અક્ષય તૃતીયાના પાવન પર્વ નિમિત્તે બુધવારે ચંદનના કલાત્મક ડીઝાઇન સાથેના વાઘા – શણગાર સંતોએ ધારણ કરાવ્યા હતા. વર્ષોથી ભગવાનને અખાત્રીજે ચંદનના વાઘા ધારણ કરાવવાની પરંપરા છે. વચનામૃત શાસ્ત્રમાં કહ્યું છે કે, ઋતુ પ્રમાણે ભગવાનની સેવા કરવી જોઈએ. હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ચંદન ઠંડક આપતું હોવાથી ભગવાનને ગરમીમાં ઠંડક મળી રહે તે માટે ચંદનના વાઘા બનાવી અને પૂજારી સંતો ભગવાનને ધારણ કરાવે છે. ઉનાળામાં ગરમીની સિઝનમાં હીટવેવની સ્થિતિમાં ઠંડક બક્ષે તે માટે સુગંધીમાન મલીયાગર ચંદનના કલાત્મક વાઘા શણગાર ધરાવી પ્રભુભક્તિ સંતોએ અદા કરી હતી. જેથી ભગવાનને તીવ્ર ગરમીમાં શીતળતા મળે છે.

  • Swaminarayan Temple Sandlewood clothes Akshay Tritiya Swaminarayan Shringar
    વચનામૃત અનુસાર ચંદનના વાઘા કરવાથી ગરમીમાં શ્રી હરિને ઠંડક પ્રાપ્ત થાય છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ