કવિ શ્રી દલપતરામની 198મી જન્મજ્યંતિની થઈ ઉજવણી, અમર ભટ્ટના સ્વરે સાંભળો તેમની રચનાઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કવિ શ્રી દલપતરામની 198મી જન્મજ્યંતિ નિમિત્તે શ્રી દશરથલાલ મગનલાલ કવિ પરિવાર દ્વારા અમદાવાદના ઉસ્માનપુરા ખાતે આવેલા વિશ્વકોષ ટ્રેસ્ટ ખાતે દલપતરામ જન્મજ્યંતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે પ્રોફેસર મકરંદ મહેતા અને જાણિતા કવિ રિઝવાન કાદરીએ કવિ શ્રી દલપતરામ વિશે લોકોને સંબોધિત કર્યા હતા. બન્ને વક્તાઓએ દલપતરામે દેશ તેમજ સાહિત્ય ક્ષેત્રે આપેલા અમુલ્ય યોગદાન વિશે લોકોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે જાણિતા એડવોકેટ અને આર્ટિસ્ટ એવા શ્રી અમર ભટ્ટે કવિ શ્રી દલપતરામની કવિતાઓને ખૂબ જ સુંદર રીતે ગાઈને સંભળાવી હતી.
 
અન્ય સમાચારો પણ છે...