તમારી IPLની મજા બેવડાશે, જ્યારે મળશે ફની અંદાજમાં ખબર

DivyaBhaskar.com

Apr 07, 2018, 02:49 PM IST
Ipl Season-11, Spcial video by divyabhaskar.com, Silly Point શો

તમારી IPLની મજા બેવડાશે, જ્યારે મળશે ફની અંદાજમાં ખબર.

અમદાવાદઃ આજથી આઈપીએલની 11મી સિઝન શરૂ થઈ ગઈ. 8 ટીમો અને 60 એક્શન પેક્ડ મેચોની મજા માણવાની સાથે તમારા માટે અઢળક ઇનામો જીતવાની તક છે. આઈપીએલને વધુ મસાલેદાર બનાવવા divyabhaskar.com 'ધ અનઑફિશિયલ અમ્પાયર.' નામે શાનદાર, રિયલ ટાઈમ કવરેજ લાવી રહ્યું છે. આ અનોખા કવરેજ અંતર્ગત આપને મળશે દરેક મૅચનાં શિડ્યુલ, રિઝલ્ટ્સ અને વેબસાઇટ્સમાં પહેલી જ વાર ટીવી સ્ટાઈલનું ડિટેઇલ્ડ સ્કોરબોર્ડ. 'એક્સ્ટ્રા કવર' તમારા સુધી પહોંચાડશે IPLના ઇન્ટરેસ્ટિંગ સમાચારો. 'સિલી પોઈન્ટ' હશે 3 મિનિટનું ડેઈલી ન્યુઝ બુલેટિન,જેમાં વિજેતાઓનાં ઓવારણાં લેવાશે અને પરાજિતો પર માછલાં પણ ધોવાશે. 'લાઈવ બ્લોગ' તમને પલ પલની હલચલથી વાકેફ રાખશે. 'નેશનવાઈડ ડિબેટ'માં એક ચૂંટેલી પૅનલ પબ્લિક ઑપિનિયન બતાવશે.

'ક્રિકેટ પંડિત'ના સથવારે દરેક મૅચમાં સચોટ આગાહી કરો અને રોજેરોજ જીતો અઢળક ઈનામો. 'ફોર્થ અમ્પાયર'મા અમારા રિપોર્ટર્સ તમને મૅચનો ઑન ગ્રાઉન્ડ હાલ બતાવશે. પ્લસ લોકોની ટ્વિટર ફીડ પણ રિયલ ટાઈમમાં અમારી સાઈટ પર દેખાશે. આ ઉપરાંત રોજેરોજની બેસ્ટ ટ્વીટ્સ, લોકલ ફ્લેવરમાં ડ્રેસિંગ રૂમના ન્યુઝ 'અનઑફિશિયલ પેવિલિયન'માં, 'ડેઈલી પોલ' અને બીજું ઘણું બધું હશે. તો રાહ શેની જુઓ છો? ફટાફટ તમારા ફોનમાં divyabhaskar.comની એપ ડાઉનલોડ કરી લો અને ક્રિકેટની મજા માણવા તૈયાર થઈ જાઓ.

X
Ipl Season-11, Spcial video by divyabhaskar.com, Silly Point શો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી