Home » Gujarat » Power & People » Ahmedabad Rathyatra 2018

65 વર્ષથી જગન્નાથની રથયાત્રામાં રથ ખેંચતા 83 વર્ષીય ખલાસી મફતલાલ

Divyabhaskar.com | Updated - Jul 14, 2018, 05:49 AM

હું 65 વર્ષથી રથનું સંચાલન કરું છું અને 83 વર્ષે પણ જાતે ખેંચુ છું -મફતલાલ ખલાસી

  • અમદાવાદઃ ‘જગનો નાથ અમારે દ્વાર’ અષાઢી બીજ આવીને જગન્નાથ બેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્ર સાથે અમદાવાદ નગરની નગરચર્યાએ નીકળે. લાખો ભક્તો ભાવ વિભોર થઈ રથયાત્રાનો આનંદ માણે છે. આ વર્ષે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા યોજાઇ રહી છે. ભક્તોની આતુરતાઓનો અંત કરવા ભગવાન પણ અધિરો થયો છે. ખલાસીઓએ ભગવાનના રથોને સજીધજીને તૈયાર કરી દીધા છે. લગભગ બે મહિનાની મહેનત પછી તૈયાર થતાં રથો પણ વિશેષ રીતે બનેલા હોય છે અને રથને ખેંચનાર ખલાસીઓની પણ અનેરી વાતો છે.

    આજે અમે આપને DivyaBhaskar.comમાં રથ અને ખલાસીઓની અવનવી વાતોથી અવગત કરાવી રહ્યા છીએ. એવા મફતલાલ ખલાસી જેઓ 65 વર્ષથી ભગવાનના રથને ખેંચી રહ્યા છે. જેઓ આઝાદી પહેલાં એટલે લગભગ 75થી વધારે વર્ષથી રથયાત્રામાં આવે છે.
    રથનું મહત્વ અને વિશેષતા
    - સૌપ્રથમ રથ ગાડામાંથી બનાવાયા હતા અને તેને નાળિયેરીના શણગાર કરાતા
    -હાલમાં રહેલા રથ 1950માં 73મી રથયાત્રા વખતે બનેલા છે
    -રથ સાગના લાકડામાંથી બનાવેલા છે તથા પૈડાંઓ બાવળના લાકડામાંથી બનેલા છે
    -સૌ પહેલા સુભદ્રાજી અને જગન્નાથના રથને 12 પૈડા હતા જ્યારે બલભદ્રજીના રથને 16 પૈડાં હતા
    -હાલના રથમાં 6 પૈડાં છે અને સ્ટેરીંગ પણ છે
    - દર વર્ષે અખાત્રીજે રથોનું પૂજન થયા પછી તેનું સારકામ ચાલુ થાય છે
    -સૌ પહેલા રથ 50 જેટલાં ખલાસીઓ ખેંચતા
    -હાલમાં 1500થી વધારે ખલાસીઓ રથને ખેંચે છે
    હું 65 વર્ષથી રથનું સંચાલન કરું છું અને 83 વર્ષે પણ જાતે ખેંચુ છું
    હું 7 વર્ષનો હતો ત્યારે દાદા સાથે રથયાત્રામાં આવતા અને રથ પર બેસતો આજે 75થી વધારે વર્ષથી રથયાત્રાનો સાક્ષી છું. મોટા થતાંની સાથે દાદાએ રથ ખેંચવા કહ્યું ત્યારથી આજ દીન સુધી એટલે 83 વર્ષે પણ રથ ખેચું છું. અનેક કડવા અને સારા અનુભવો જોયા છે. પણ અડગ મન અને અપાર શ્રદ્ધા આ કાર્ય કરવાની શક્તિ પુરી પાડે છે. હવે તો હું પણ મારા પ્રપૌત્રને તૈયાર કરું છું. ---મફતલાલ ખલાસી
  • Ahmedabad Rathyatra 2018
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ahmedabad Rathyatra 2018
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ahmedabad Rathyatra 2018
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ahmedabad Rathyatra 2018
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ahmedabad Rathyatra 2018
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ahmedabad Rathyatra 2018
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ahmedabad Rathyatra 2018
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ahmedabad Rathyatra 2018
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ