તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાથીસ્થાન કન્યાશાળાને પાણીની ટાંકી અર્પણ કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની ઇન્નરવ્હીલ ક્લબ-ફ્લેમિંગોના ડિસ્ટ્રીક્ટ ચેરમેન અને એડિટરની મુલાકાત સમયે વિવિધ સંસ્થાઓમાં સેવાકાર્યો કરાયાં હતાં.

ક્લબના ડિ. ચેરમેન પૂર્ણિમા વર્ધન અને ડિ. એડિટર રીના અગ્રવાલ દ્વારા ભુજની ક્લબની મુલાકાત લેવાઇ હતી અને ક્લબના સદસ્યોને સાથે રાખીને કેસીઆરસીના બાળકો માટે સંસ્થાને સ્ટીલના થાળી-વાટકા-ગ્લાસના સેટ અર્પણ કરાયા હતા. સૌએ અંધજન મંડળની પણ મુલાકાત લીધી હતી. ક્લબના અગ્રણીઓએ દત્તક લીધેલી હાથીસ્થાન કન્યાશાળા પહોંચ્યા હતા.

શાળામાં બેટી બચાવો-બેટી પઢાઓની રેલી યોજાઇ હતી અને શાળાને હેપ્પી સ્કૂલનું બિરૂદ આપી ડિ. ચેરમને અને એડિટરે ક્લબ તરફથી પાણીની ટાંકી તેમને અર્પણ કરી હતી. ક્લબ તરફથી ત્યારબાદ સૂપ અને સલાડ ડેકોરેશન હરિફાઇ યોજાઇ હતી. સ્પર્ધામાં સૂપ ડેકોરેશનમાં દુલારી ઠક્કર પ્રથમ, વીણા દાવડા બીજે અને શારદા ઠક્કર ત્રીજ ક્રમે તો સલાડ ડેકોરેશનમાં જ્યોતીબેન પવાણી પ્રથમ ક્રમે વિજેતા બન્યાં હતાં. નિર્ણાયક તરીકે કુસુમબેન માણેકે સેવા આપી હતી. આ તમામ પ્રસંગે પ્રેસિડેન્ટ કૃપા જોષી, સેક્રેટરી રચના શાહ, કરૂણા દ્વિવેદી, ફાલ્ગુની વોરા, રેખા માહેશ્વરી સહિતના ક્લબના સદસ્ય બહેનો સતત સાથે રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...