તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઇન લીકેજ થતાં પાણી વેડફાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકા દ્વારા નર્મદાનું મોંઘાભાવનું પાણી કેટલીક સંજોગોમાં અગાઉ વેડફવામાં આવી રહ્યું છે. આજે પણ આવી સ્થિતિ ઉભી થઇ હતી. સુંદરપુરી પાણીના ટાંકા પાસે બે સ્થળે લાઇન લીકેજને કારણે પાણીનો બગોડ થયો હતો. પાલિકાના ધ્યાન પર આ વાત લાવવામાં આવતા દોડધામ મચી ગઇ હતી અને પગલા ભરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

શહેરમાં પાણી પુરૂં પાડવા માટે જુદા જુદા વિસ્તારમાં ઓવરહેડ ટેન્ક બનાવવામાં આવી છે. સુંદરપુરી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે પાઇપલાઇન લીકેજને કારણે આજે પાણી વેડફાઇ ગયાનો બનાવ બન્યો હતો. અગાઉ પણ પાણી વેડફાઇ જવાનો કિસ્સો બની ચૂક્યો છે. લાઇન મેન દ્વારા પાણીનો સપ્લાય બંધ ન કરતાં પાણી ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...