તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાપરમાં ધાર્મિક સ્થાન પાસે શાકની રેંકડીઓ ત્રાસરૂપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરમાં બસ સ્ટેશનની બાજુમાં પશુ દવાખાનાવાળી શેરીમાં જૈન શ્વેતામ્બર તેરાપંથ સંઘનું ભવન આવેલું છે. તેના દરવાજા પાસે શાક-બકાલાવાળાઓ પોતાની રેંકડી રાખીને ઊભા રહી જતા હોવાથી સાધુ-ભગવંતોને ત્રાસરૂપ થતું હોવાથી તેમને હટાવવાની માંગ છેક મુખ્યમંત્રી સુધી કરાઇ છે.

સંઘના જૈન અગ્રણીઓની સાથે ત્યાંના સ્થાનિક વેપારીઓએ કરેલી રજૂઆતમાં જણાવાયા મુજબ શાકભાજીવાળાઓના બૂમ-બરાડાથી ધાર્મિક કાર્યોમાં વિક્ષેપ પડે છે. આડેધડ પાર્કિંગને લીધે સાધુ-સંતોને ચાલવામાં તકલીફ પડે છે. કંદમૂળનાં ફોતરાં-પાંદડાં ગેટની બહાર ભેગાં થતાં હોવાથી ભયંકર ગંદકી થાય છે, ડુંગળીની વાસ આવે છે.

વિનયથી હટવાનું કહીએ તો ગાળાગાળી કરે છે અને અમને પાલિકાએ બેસાડ્યા છે, 1500નું માસીક ભાડું આપીએ છીએ તેવી દમદાટી આપે છે.

જૈનભુવનમાં પાણીનું ટેન્કર પણ મગાવવું હોય તો આવી શકતું નથી. પાસેના દુકાનદારોને પણ વેપાર કરવામાં ભારે અડચણનો સામનો કરવો પડે છે.

જો સત્વરે આ મુદ્દે પગલાં નહીં ભરાય તો છેવટે દુકાનદારોએ પોતાની દુકાન બહાર રેંકડી રાખી રસ્તા રોકો અભિયાન ચલાવવું પડશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આ સમસ્યાનો વહેલીતક નિવેડો લાવવા અરજ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...