તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એલર્ટના પગલે દરેક માહિતી વહેંચવા પર ભાર મુકાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કસ્ટમ, ઓઈલ કંપનીઓ, બીએસએફ, આર્મી, કંડલા સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ
દેશની સાપ્રંત પરીસ્થીતીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વિભાગો સતર્ક થઈ ગયા છે. ગાંધીધામ એસપી કચેરીએ સંકુલ સાથે સંલગ્ન તમામ મહત્વપુર્ણ વિભાગોની બેઠક બોલાવીને મહત્વપુર્ણ મુદાઓ ચર્ચા થઈ હતી.

પીઓકેમાં ભારતીય વાયુ સેનાએ એર સ્ટ્રાઈક કરીને આતંકીઓના ગઢને નેસ્તનાબુદ કર્યા બાદ સરહદી કચ્છ જિલ્લામાં પણ એલર્ટની સ્થીતી સર્જાઈ હતી. જેને અનુસંધાને છુટીમાં રહેલા પુર્વ કચ્છ એસપી પરીક્ષીતા રાઠોડ એસપી કચેરીએ આવી ગયા હતા અને તાત્કાલીક તમામ મહત્વપુર્ણ વિભાગો બીએસએફ, આર્મી, કસ્ટમ, કંડલા, ઈફ્કો, સ્ટૅટ અને સેંટ્રલ આઈબી, એરપોર્ટ ઓથોરીટી, ઓઈલ કંપનીઓ, સીઆઈએસએફ સહિતના વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરીને તમામ વિભાગોએ કોર્ડીનેટ કરીને માહિતીઓની આપ લે કરવા અને અન્ય મહત્વપુર્ણ મુદાઓ પર ચર્ચા કરી હતી. બેઠકમાં એસપી રાઠોડ સાથે ડીવાયએસપી ડી.એસ. વાઘેલા, એસઓજી પીઆઈ જે.પી. જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા. કંડલા મરીન પોલીસ દ્વારા ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજી માછીમારોને દેશની આંખ બની કોઇ પણ શંકાસ્પદ ગતીવીધીની જાણ કરવા કહ્યુ હતુ.

પોલીસનો કાફલો ગામડાઓમાં ફર્યો
કંડલા આસપાસ આવેલા તુણા, વંડી, રામપર સહિતના માછીમારી વ્યવસાયને મુખ્યત્વે નિભાવતા ગામોમાં ડીવાયએસપી વાઘેલા, કંડલા મરીન પીઆઈ વી.એફ.ઝાલા સહિતાનાએ ઓન ગ્રાઉન્ડ ફરીને માછીમારો સાથે વાતચીત કરી તેમને દરીયાઈ માર્ગે થયેલી અગાઉની ઘટનાઓ, તેની પેટર્ન સમજાવી દરેક શંકાસ્પદ ગતીવીધી અંગે પોલીસ તંત્રને જાણ કરવા સુચના આપી જાગ્રુત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો