તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિક્ષાની અડફેટે સ્કુટી પર સવાર બે મહિલા ઘાયલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ નાગોર રોડ પર મદ્રસા પાસેની આંડી પર રિક્ષાની અડફેટે આવી જતાં સ્કુટી સવાર બે મહિલાઓને ઇજા પહોંચી હતી બન્ને સારવાર માટે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે નાગોર ગામે રહેતા વૈશાલીબેન હીરેનભાઇ કાતરીયા (ઉ.વ.22) તથા રસીલાબેન રતીલાલ કાતરીયા (ઉ.વ.52) બન્ને મહિલાઓ ભુજથી નાગોર રોડ પર જઇ રહયા હતા ત્યારે મદ્રેસા પાસેની ગોલાઇ પર રિક્ષા જી.જે.બીયુ 2443ના ચાલકે તેમની સ્કુટીને ટકકર મારતાં બન્ને મહિલાઓ રોડ પર પડી ગઇ હતી જેને કારણે તેઓને ઇજાઅો પહોંચી હતી રિક્ષા ચાલક અકસ્માત કરી નાશી છુટ્યો હતો બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. નાગોર મદ્રેસાની આગળ અકસ્માત થયો તે સ્થળે બપોર સુધી સ્કુટર અને છકડો રીક્ષા પડયા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...