તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mandvi News Two Lakh Liquor Was Caught In Midnight At Bidar Though The Accused Fugitive 031735

બિદડામાં મધ્ય રાત્રીએ બે લાખનો દારૂ પકડાયો, છતા આરોપી ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાના બિદડા ગામે આરોગ્ય ક્ષેત્રે આગવું નામ ધરાવતા વિસ્તાર આરોગ્યને નૂકશાન પહોંચાડતા દારૂની હેરાફેરીમાં નામ ચમકતાં 960 નાની મોટી ઇગ્લીશ દારૂની બોટલ કટીંગ થાય તે પૂર્વે જ એલસીબીની ટીમ ત્રાટકતાં દારૂ ભરેલો ટેમ્પો મુકીને કુખ્યાત બુટલેગર અંધારામાં ઓઝલ થઇ ગયો હતો. પોલીસે દારૂનો જથ્થો અને ટેમ્પા સહિત 4 લાખ 16 હજારનો મુદામાલ પકડી પાડ્યો હતો.

શુક્રવારના દારૂભરેલા ટેમ્પા મારફતે દારૂનું કટીંગ થવાનું હોવાની ચોક્કસ બાતમીના આધારે કડકડતી ઠંડીમાં પશ્ચિમ કચ્છ ભુજ એલસીબીએ પ્રાઇવેટ ગાડીમાં વોચ ગોઠવી હતી દરમિયાન બિદડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જી.જે.03 બીટી 9355નંબરના ટેમ્પાની સામે પોલીસની ગાડી આગળ આવી જતાં પોલીસ આવી ગયાની ગંધ આવતાં માલ કટીંગ થાય તે પહેલા આરોપી સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા રહે બિદડા અંધારામાં ઓગળી ગયો હતો. દારૂની 480 મોટી બોટલ અને 480 નાના ક્વાટરીયા સહિત 960 ઇગ્લીશ દારૂની બોટલ કિંમત બે લાખ 16 હજારનો મુદામાલ તથા બે લાખના ટેમ્પો સહિત 4 લાખ 16 હજાનો માલ રાત્રીના દોઢ વાગે પોલીસે કબજે કર્યો હતો. મુદામાલ પકડીને બિદડા ઓપી અને માંડવી પોલીસનું નાક કાપી નાખ્યું હોય તેવી ઘટના બનવા પામી હતી. આ કામગીરીમાં એલસીબી ઈન્ચા૫ર્જ પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એસ.તીવારી તથા સ્ટાફના સભ્યો જોડાયા હતા.

ધોરડો નજીક 8 શરાબની બોટલ સાથે ગોરેવલીનો શખ્સ જબ્બે
રાત્રીના સવા વાગ્યાના અરસમાં મોટર સાયકલ પર વિદેશી શરાબની બોટલ 8 બોટલ કિંમત 4 હજારની લઇને જતા ગોરેવાલી ગામના રમેશ આલા મારવાડાને ખાવડા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ઝડપી પાડ્યો હતો આરોપીના કબજામાંથી દારૂની બોટલ અને અગ્યાર હજારના વાહન સહિત 15 હજારનો મુદામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...