તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે સુખપરમાં 16 ટીમો વચ્ચે જામશે કબડ્ડીનો જંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતીના ઉપલક્ષમાં આજે ઉજવાનાર યુવાદિનની ઉજવણીના ભાગરૂપે ભુજ તાલુકાના સુખપર ગામે કબડ્ડી મહોત્સવ સહિતની અન્ય અલગ અલગ સ્પર્ધા તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું છે.આજે શનિવારે સાંજે જીએમડીસી હાઇસ્કુલના પ્રાંગણમાં યોજાનાર કબડ્ડી મહોત્સવમાં 16 જેટલી ટીમો અરસપરસ ટકરાશે. વિજેતા ટીમને દાતાઓ તરફથી સન્માનવામાં આવશે. યુવા દિવસ નિમીતે સવારે વૃંદાવનગરમાં વૃક્ષારોપણ અને પંચાયતી પ્રાથમિક શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી વિવેકાનંદ યુવક મંડળે જન્મજયંતિ વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં ગામમાં અલગ અલગ જગ્યાઅે વૃક્ષરોપણના કાર્યક્રમ અગાઉ યોજયા છે.

અન્ય સમાચારો પણ છે...