તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Naliya News There Is A Huge Problem In People Who Do Not Get Water For Five Months In Jakhay 070522

જખાૈમાં પાંચ માસથી પાણી ન અાવતાં લોકોને પારાવાર મુશ્કેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસા તાલુકાના જખાૈ બંદરમાં છેલ્લા પાંચ માસથી પાણીનું વિતરણ ન થતાં અેક સાંધે ને તેર તૂટે જેવી કફોડી અાર્થિક હાલતમાં જીવન ગુજારો કરતા માછીમારો હવે પાણી ખરીદવા મજબૂર બન્યા છે. 100 લિટર પીવાનું પાણી જોઇતું હોય તો નાછૂટકે 50 રૂપિયા ખર્ચવા પડે છે.

15 હજાર જેટલી વસતી ધરાવતા અા ગામનો મોટો વર્ગ અાર્થિક રીતે નબળો છે. રસ્તા, ગટર અને અારોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાથી વંચિત માછીમારોની અા વસાહતમાં મીઠી ડેમમાંથી પાણી અપાતું હતું પણ ડેમ તળિયા ઝાટક થઇ જતાં છેલ્લા પાંચ મહિનાથી પાણીના ધાંધિયા રોજિંદા બન્યા છે. પરિવારનું મુશ્કેલીથી ગુજરાન ચલાવતા માછીમારોને હાલે 50 રૂપિયા ખર્ચીને પાણી ખરીદવું પડે છે જેને કારણે નિર્વાહ વધુ કઠિન બન્યો હોવાનું કેટલાક ગ્રામજનોઅે કહ્યું હતું. પ્રાથમિક શાળામાં પણ પાણી અાવતું ન હોવાથી બાળકો મુશ્કેલીમાં મુકાય છે.

પીવાના પાણીની અા વિકટ સમસ્યાનું સંબંધિત તંત્ર દ્વારા તાકીદે નિરાકરણ લાવવામાં અાવે તેવી માગ ગ્રામજનોઅે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...