તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાજના પ્રેરણારૂપ લોકોની વાત કરતી ‘ધ સ્ટોરીઝ\'

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ. ગાંધીધામ

સેવાકીય પ્રવુતિમાં રતા રહેતા લોકોની ઈચ્છા સમાજ માટૅ કાંઈક કરવાની હોય છે, તેમનો ઉદેશ્ય પ્રખ્યાતીનો રહેતો નથી. પરંતુ તેમની કથાઓથી સમાજમાં અનેકોને પ્રેરણા મળે છે, જેથી તેમના વધુને વધુ ફેલાવાથી વધુ સારી સોસાયટીના નિર્માણની દિશામાં આગળ વધી શકાય છે.

આવાજ વિચાર સાથે ગાંધીધામના યુવાને વીડીયો બનાવવાની શરુઆત કરી અને દરેક સેવાકીય કાર્યો કરતા લોકોને કેમેરાના કચડકે કેદ કરીને સમગ્ર વિશ્વને સંકુલના અભીમાનને દર્શાવવા ઓનલાઈન મુકવાની શરુઆત કરી હતી.

ગાંધીધામમા રહેતા રાજ કોડરાણીએ ચાર મહિના અગાઉ સંકુલમાં પ્રેરણાસ્ત્રોત બની શકતા વ્યક્તિત્વો અને સંગઠનોની પરખ કરીને તેમના પર વીડીયો બનાવવાની શરુઆત કરી હતી.

તેમણે બનાવેલા બે વીડીયોને સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મ પર સારી લોકપ્રીયતા મળી રહિ છે, તો બીજી તરફ વધુ છ આ પ્રકારના વીડીયો મેકિંગની પ્રક્રિયમાં છે. પેરેલીસીસના એટેક બાદ પણ સ્થીતીઓનો સામનો કરી હજારોને સીવણ ક્લાસ શીખવતી બહેનોની વાત હોય, ગાંધીધામમાં પુસ્તકો માટે જગ્યા બનાવીને લોકોને તે દિશામાં રસ લેતા કરનાર પુસ્તક પરબ હોય કે એક પગ ના અભાવ છતા મજબુત આત્મબળથી કોઇ સામાન્ય વ્યક્તિને પણ સરમાવે તેવુ જીવન જીવી રહેલા ઉદય બાગડૅની વાત હોય.

‘ધ સ્ટોરીઝ\\\' ની શરુઆત કરીને રાજે તે તમામને વૈશ્વીક ફલક પર મુકવાનો પ્રયાસ કર્યો છે. તેની આ જર્નીમાં સાથે મીત્રો જીગર પરીયાણી, પારસ સોની,રોહીત સરકાર અને વિશાલ દુલાણી પણ જોડાયા છે. તેમની ઈચ્છા કચ્છભરના આવા વીરલાઓની કથાને દેશભરમાં કહેવાની અને ફર્શથી આત્મબળે અર્શ સુધી પહોંચેલાઓ અંગે પણ કામ કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...