તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News The Server Of The Supply Department Lost The Cardholders Of Kutch Disturbed 035103

પુરવઠા વિભાગનું સર્વર ખોટકાયું: કચ્છના કાર્ડધારકો પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ સહિત રાજયભરમાં પુરવઠા વિભાગનું નેટવર્ક પાછલા 3-4 દિવસથી ખોટકાતાં કચ્છ સહિત આખા રાજયના કાર્ડધારકોને ભારે પરેશાની સહન કરવાનો વારો આવી રહ્યો છે. સર્વર ડાઉન થતાં રાશનકાર્ડ ધારકોને તેમના કાર્ડ પરનો રાશનનો જથ્થો મેળવવામાં રીતસરનો નાકે દમ આવી ગયો હોય તેવી સ્થિતીનું સર્જન થયું છે.

તાજેતરમાં અમલી બનેલ નિયમ અનુસાર જે પણ કાર્ડધારક રાશન લેવા આવે તો તેની થમ્બ ઇમ્પ્રેશન લઇ સ્લીપ કાઢી તેનું રજીસ્ટર મેઇનટેઇન કરવા સહિતની સુચના અપાઇ છે. હાલમાં સર્વર ખોટકાયેલું હોતાં થમ્બ ઇમ્પ્રેશન લઇ શકાતુ઼ં નથી જેથી તેની સ્લીપ પણ નિકળી શકતી ન હોવાથી કાર્ડધારકોને યાતો રાશન લીધા વીના જ પરત ફરવાનો કે પછી રાશન મેળવવા માટે લમણાઝીંક કરવાનો વારો આવી રહ્યો છે. આ બાબતે જિલ્લા પુરવઠા શાખાનો સંપર્ક સાધતાં રાજય સ્તરથી સર્વર ખોટકાયાની સમસ્યા ઉભી થયાનું જણાવી તે અંગે રાજય પુરવઠા વિભાગને જણાવી દેવાયું હોવાની વિગત અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...