તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં ઘૂસી આવેલા પાકિસ્તાની ડ્રોનને અબડાસામાં ફૂંકી મરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાકિસ્તાનના સીમાડામાં ઘુસીને ભારતીય વાયુસેનાએ આતંકવાદીઓ પર હવાઇ હુમલો કર્યાના ગણતરીના કલાકોમાં જ મંગળવારના સવારે કચ્છમાં નલિયા નજીક આવેલ નુંધાતડ ગામની સીમમાં હવાઇદળે સર્વે માટેના મનાતા એક પાકિસ્તાની ડ્રોનને ફૂંકી માર્યું હતું. આ માટે ભારતીય સશસ્ત્ર દળે ઇઝરાયેલી સ્પાયડર એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અલબત, આ બનાવના મુદ્દે ભારતીય વાયુ સેના

...અનુસંધાન પાના નં. 13

સ્થાનિકેથી કોઇ વાત કરવા તૈયાર નથી. નૂંધાતડના ગ્રામજનોના જણાવ્યા મુજબ મંગળવારે વહેલી સવારે સાડા છ વાગ્યાના અરસામાં આકાશમાં જોરદાર ટક્કરનો અવાજ સંભળાયો હતો. ગામલોકો કાંઇક બન્યું હોવાની આશંકાએ ઘરની બહાર આવી ગયા હતાં. પોલીસ અને સંરક્ષણ દળો સાથેની વાતચીતમાં તેમને જાણવા મળ્યું કે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. તાત્કાલીક સીમાડો ખુંદવામાં આવતા તેના અવશેષો પણ વાડી વિસ્તાર નજીકથી મળી આવ્યા હતાં. દળોએ સમગ્ર વિસ્તાર પણ કોર્ડન કરી લીધો હતો.

સૂત્રોના કહેવા મુજબ કોઇ દુશ્મન હવાઇ ઓબ્જેક્ટને નિશાન બનાવવા માટે ઈઝરાયેલી સ્પાયડર એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ ભારતીય વાયુસેનામાં 2017માં જ ઉપયોગમાં લેવામાં આવી છે.

વહેલી સવારે બનેલી આ ઘટના બાદ કોર્ડન કરી દેવાયેલ વિસ્તાર આસપાસ સ્થાનિક ગ્રામજનોનાં ટોળાં મોટી સંખ્યામાં એકત્રીત થઇ ગયા હતા. કોઠારા પોલીસ ઉપરાંત આર્મિ, બીએસએફ, એરફોર્સ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ આર઼ભી દીધો હતો.સવારે 6.30 વાગ્યાના અરસામાં નુંધાતડના ગ્રામજનો મીઠી ઉંઘ માણી રહ્યા હતા ત્યારે ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો હોય તેવા એક નહિ 2 પ્રચંડ ધડાકા સંભળાતા ગ્રામજનો ગભરાઇ ગયા હતા. જોકે પાછળથી તેમને એ વાત જાણવા મળી હતી કે વાયુદળે અે માનવરહિત પાકિસ્તાની ડ્રોનને તોડી પાડતાં આ ધડાકો થયો હતો.

સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન આદરાયું
પાકિસ્તાની ડ્રોન તોડી પાડયાની ઘટના બાદ નુંધાતડ અને તેની આસપાસના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન વિવિધ સુરક્ષા એજન્સીઓઅે હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન સમયે કશું શંકાસ્પદ તો મળવા પામ્યું નહોતું પણ આ કામગીરના પગલે ઉચ્ચાટ અને ઉતેજના જરૂરથી ફેલાઇ ગઇ હતી.

પાકિસ્તાન પર મંગળવારની સવારે ભારતે હવાઇ હુમલા કર્યા પછી ગણતરીના કલાકોમાં જ નુંધાતડ નજીક ડ્રોન જેવું લાગતું ઉપકરણ મળી આવ્યું હતુ. તસવીર : કિશોર ભાનુશાલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો