તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાળાનું કામ કરતી એજન્સીએ પાણીની લાઇન તોડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ પાલિકા દ્વારા 12 કરોડથી વધુ રકમના ખર્ચે વરસાદી નાલાને સીમેન્ટ ક્રાેંકીટથી અદ્યતન કરવા કાર્યવાહી શરૂ કરાઇ છે. શરૂઆતથી જ પાલિકાએ આપેલી સુચનાઓનો ભંગ કરીને એજન્સી દ્વારા મનમાની નીતિ અપનાવાઇ હોવાની ફરિયાદ ઉઠી હતી. આમ છતાં તેણે આંખ આડા કાન કર્યા હતા. દરમ્યાન વોર્ડ નં. 1, એસઓજી ઓફીસ પાછળના નાળાં પાસે પાણીની લાઇન તોડી નખાતાં જળબંબાકાર જેવી સ્થિતિ થઇ હતી. સાથે સાથે વોર્ડ નં. 1 ના કેટલાય વિસ્તારના લોકોને પાલિકા દ્વારા ત્રણ વખતના પાણીના સપ્લાયને આંશિક રીતે અટકાવવાની નોબત આવી હોવાની ફરિયાદ ઉઠી હતી. કોંગ્રેસના નગરસેવક દ્વારા કરાયેલી ફરિયાદ પછી જાગેલા તંત્રએ હવે પગલાં ભરવાના ખાતર એજન્સીને નોટીસ આપવા માટે તજવીજ શરૂ કરી છે.

સુત્રોમાંથી મળતી માહીતી મુજબ નગરપાલિકા દ્વારા અમૃત યોજના 2017-20 હેઠળ સ્ટોર્મ વોટર ડ્રેઇન પ્રોજેક્ટ હેઠળ મહેસાણાની મમતા કન્સ્ટ્રકશન કંપનીને આદીપુરથી ગાંધીધામ સુધીના નાળાંને સિમેન્ટ ક્રોકીંટથી વાઘા પહેરાવવા માટે મંજુરી આપવામાં આવી હતી. વર્કઓર્ડર આપવામાં આવ્યા પછી જે દિવસે આરંભ કરવામાં આવ્યો ત્યારે પણ ભાજપના ગણ્યા ગાંઠ્યા આગેવાનોએ હાજરી આપી હતી તેઓ ચણભણાટ થયો હતો. દરમ્યાન કામગીરી શરૂ કરવામાં આવ્યા પછી નાળાંના ખોદકામ દરમ્યાન નગરપાલિકાની હયાત પાણી અને ભુગર્ભ ગટરની લાઇન તોડી નાંખવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી હતી. એજન્સી દ્વારા કરવામાં આવેલી આ કામગીરીના કારણે નવા બનાવેલા વરસાદી નાળામાં પાણી ભરાયા હતા જેમાં દુષીત પાણી ડ્રેનેજનું ભળતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. આ બાબતે કોંગ્રેસના નગરસેવક નીલેશ ભાનુશાળી દ્વારા અગાઉ ફરિયાદ પણ કરવામાં આવી હોવા છતાં પાલીકાએ કોઇ પગલાં ભર્યા ન હતા પરંતુ હવે પરીસ્થિતિ વધુ ગંભીર બને અને રોગચાળો ફાટી નીકળે તે પહેલા કાર્યવાહીના ભાગરૂપે એજન્સીને નોટીસ આપવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનનું વધુ એક નબળું કામ સામે આવ્યું
પાલીકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવતા કામોમાં કેટલાક કામમાં લોટ, પાણી અને લાકડાનો વહીવટ થઇ રહ્યો છે. આ અંગે અવારનવાર ફરિયાદો પણ જે તે સમયે ઉઠી હતી. પરંતુ પાલિકાએ આંખ આડા કાન કર્યા હતા તેમાં કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓની મીલીભગતનું રાજકારણ પરદા પાછળ ભુમિકા ભજવતું હોય તેમ જણાતું હતું. દરમ્યાન કામગીરી સંદર્ભે થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનની જોગવાઇ કરવામાં આવી છે પરંતુ આ પૈકીની કેટલીક થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનની કામગીરી કાગળ ઉપર જ થતી હોય તેવી સ્થિતિ છે. આ અંગે ખુદ ભાજપના જ સભ્યોએ સામાન્ય સભામાં દેકારો મચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...