તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારણના પશુધન માટે દાતાએ 6825 કિલો ચારો આપ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ કચ્છમાં સર્જાયેલી ઘાસ-ચારાની તંગીના પગલે દહિંસરાના એક દાતાએ લખપત તાલુકાના સારણ ગામના પશુઓ માટે 6825 કિલો લીલો ચારો દાનમાં આપ્યો હતો અને સોનામાં સુગંધ ભળે તેમ ગામના શિક્ષકોએ ચારો લાવવા માટે વાહન ભાડાનો ખર્ચ ભોગવ્યો હતો.

અબોલ જીવોની કફોડી હાલતથી વાકેફ દહિંસરાના એક દાતાઅે આખી ગાડી ભરીને લીલો ચારો આપતાં એકાદ સપ્તાહ સુધી ચિંતા ટળી જતાં માલધારીઓને થોડા સમય માટે ચિંતા ટળી હતી. ચારાના ગાડી ભાડા પેટે 5500 રૂપિયા ચૂકવવાના થતા હતા જે સારણની પ્રાથમિક શાળાના શિક્ષકો પ્રકાશ પટેલ, ચંપકભાઇ, કેતનાબેન, રમેશ માછી, હેતલબેન, ભરત પટેલે ખર્ચ ઉઠાવી લીધો હતો. સેવાના આ કાર્ય માટે દેવશી રબારી, રાણાભાઇ, થાવર રબારી સહિતના ગ્રામજન અને ચામુંડા યુવક મંડળે ખુશી વ્યક્ત કરીને દાતા તેમજ શિક્ષકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...