તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છમાં છવાયો ધાબડિયો માહોલ: માવઠાની ભીતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાછલા લગભગ એકાદ માસથી ઠંડીનો કડકડતો ચમકારો અનુભવતા કચ્છના વાતાવરણમાં શુક્રવારુે નાટકિય પલ્ટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી ભર શિયાળ આકાશમાં ઘટાટોપ વાદળો સાથે છવાગયેલ ધાબડિયા માહોલે લોકોને અચરજમાં મુકી દીધા હતા. ધાબડિયા માહોલના પગલે માવઠું વરસે તેવી ભીતી સાથેની આગાહી હવામાન વિભાગે કરી છે.

પાકિસ્તાનથી અફઘાનિસ્તાન સુધી છવાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે પશ્ચીમ રાજસ્થાન પર એક ઇન્ડયુસ્ડ સર્કયુલેશન 0.9 કિ.મીની ઉંચાઇએ છવાયું છે. જેની સીધી અસર હેઠળ કચ્છના અાકાશમાં વાદળો છવાઇ ગયા છે. રાજય હવામાન વિભાગના વર્તારામાં આજે શનિવારની સવારથી રવિવાર સવાર સુધીના સમયમાં કચ્છમાં કયાંક કયાંક છાંટાછુંટી થવાની આગાહી કરાઇ છે.

જોકે ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારે વરસાદ થવાની શકયતા ધુંધળી છે પણ હજુ બેએક દિવસ વાદળછાયો માહોલ રહેવાની શકયતા દર્શાવી હતી. દરમિયાન શુક્રવારે સવારે ભેજનું પ્રમાણ વધવા સાથે ઝાકળ છવાઇ જતાં લઘુતમ પારો સરેરાશ 2થી 4 ડિગ્રી જેટલો ઉંચકાતા ઠંડીની તિવ્રતા ઘણીજ હળવી બની ગઇ હતી.

ભુજમાં 16, નલિયામાં 12.8, કંડલા પોર્ટમાં 13.5 અને કંડલા એરપોર્ટ કેન્દ્રમાં 12.8 ડિગ્રી તાપમાને માત્ર મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડીની ચમક અનુભવાઇ હતી. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વાદળો વિખેરાયા બાદ ફરી અેકવાર પારો ગગડવા સાથે ઠંડીનો ચમકારો તિવ્ર બનશે. માવઠાનો માહોલ સર્જાતા રવીપાકનું વાવેતર કરનાર ખેડુતોના મનમાં પણ ઉચ્ચાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...